► મેં મોદી અને ભાજપ તથા આરએસએસની ટીકા કરી છે: દેશની નહિં, કોંગ્રેસે પણ સ્ટેન્ડ બનાવ્યું,રાહુલ સાથે અડગ
નવી દિલ્હી તા.21 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પોતે લંડન વિધાનો બદલ માફી નહી માંગે તેવુ સ્પષ્ટ કરતા કહ્યું કે મે નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે અને મોદી તે ભારત નથી,.ગઈકાલે એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે સરકારની ટીકા કરવાનો દરેકને અધિકાર છે.
હું મોદી-ભાજપ કે આરએસએસ પર પ્રહાર કરૂ તો તેમાં દેશનુ અપમાન કઈ રીતે થઈ જાય. રાહુલ ગાંધીએ ગઈકાલે કર્ણાટકમાં સ્થાનિક સરકાર ઉપર પણ પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે અહી કમિશનની સરકાર છે અને 40 ટકા કમીશન વગર કોઈ કામ થતુ નથી.બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેએ રાહુલ ગાંધી માફી નહી
માંગે તેવી સ્પષ્ટ જાહેરાત કરતા કહ્યું કે એકને એક વાર દરેક વખતે ઉઠાવવાથી જવાબ મળશે નહિં આ ફકત મુદ્દાથી દુર જવાનો પ્રયાસ છે.વિદેશમાં આપણા દુતાવાસ ઉપર હુમલા થઈ રહ્યા છે.છતાં પણ ભાજપ કે સરકાર તેને વખોડી કાઢતી નથી અને મેહુલ ચોકસીને પ્રોટેકશન આપે છે અને જે દેશ ભકિતની વાત કરે છે.