કોમ્યુનિટી ફિચર માટે વોટ્સએપે નવા અપડેટ આપવા શરૂ કર્યા

21 March 2023 02:33 PM
India Technology
  • કોમ્યુનિટી ફિચર માટે વોટ્સએપે નવા અપડેટ આપવા શરૂ કર્યા

મેસેજીંગ પ્લેટફોર્મને વધુ અનુકૂળ બનાવવા..

નવીદિલ્હી તા.21
મેટાની માલિકીવાળા વોટ્સએપ પોતાના યુઝરને નવા નવા અપડેટ આપતું રહે છે, હવે આ મેસેજીંગ પ્લેટફોર્મને વધુ અનુકૂળ બનાવવા માટે આઈઓએસ અને એન્ડ્રોઈડ પર યુઝર્સના એનાઉન્સમેન્ટ ગ્રુપના ઈન્ટરફેસમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. તેમાં યુઝર માટે કોમ્યુનિટી ફિચર માટે નવા અપડેટ શરૂ કર્યા છે.

વેબીટાઈમ્ફોના રિપોર્ટ અનુસાર કંપનીએ એન્ડ્રોઈડ માટે વોટ્સએપ બીટા પર એનાઉન્સમેન્ટ ગ્રુપનું નામ બદલીને હોમ કરી દીધુ છે. અને આઈઓએસ માટે વોટ્સએપ બીટા પર તેનું નવું નામ અપડેટ્સ છે. વોટસએપ પર કોમ્યુનિટી યુઝર્સને લોકોનું ગ્રુપ બનાવવા અને તેમાં સામેલ હોવાની અનુમતી આપે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ નામ બદલવાનો ફેસલો એટલા માટે લેવાયો છે, કારણ કે એનાઉન્સમેન્ટ ગ્રુપ સામાન્ય રીતે વાંચવા માટે છે જેની એકસેસ માત્ર કોમ્યુનિટી એડમિન પાસે હોય છે અને તે ગ્રુપની ટ્રેડિશનલ ડેફિનેશનમાં ફીટ નથી હોતું.


Related News

Advertisement
Advertisement