મુંબઈ તા.21 : શાહરુખ ખાન, દીપિકા પદુકોણ અને જહોન અબ્રાહમ અભિનિત ફિલ્મ ‘પઠાન’એ બોકસ ઓફિસ પર ધૂમ મચાવી 1 હજાર કરોડથી વધુની કમાણી કરનારી બ્લોક બસ્ટર ફિલ્મ બની છે, હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર 22મી માર્ચે એટલે કે આવતીકાલે પ્રસારિત થઈ રહી છે. ફેન્સ છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. એમેઝોન પ્રાઈમ વીડિયોએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી તેની રિલીઝની તારીખ શેર કરી છે. ‘પઠાન’ હિન્દી ઉપરાંત તમિલ તેલુગુ ભાષામાં પણ પ્રસારિત થશે.