મોતની ધમકીઓને પગલે સલમાનખાનના નિવાસે સુરક્ષા વધારાઈ

21 March 2023 04:40 PM
Entertainment
  • મોતની ધમકીઓને પગલે સલમાનખાનના નિવાસે સુરક્ષા વધારાઈ

કાળિયારના શિકાર મામલે લોરેન્સ બિશ્નોઈએ સલમાનખાન પાસે માફીની માંગણી કરી છે

મુંબઈ તા.21 : સલમાનખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના સાગરીતો ગોલ્ડી ભાઈ ઉર્ફે ગોલ્ડી બ્રાર અને રોહિત ગર્ગે જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ સલમાન ખાનના નિવાસે સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ અંગેની વિગત મુજબ તાજેતરમાં સલમાનખાનના પર્સનલ આસીસ્ટન્ટ પ્રશાંત ગુંજલકરને સલમાનની હત્યા અંગે ધમકી ભર્યો ઈ-મેલ મળ્યો હતો.

જેમાં લખ્યું હતું- ગોલ્ડીભાઈ (ગોલ્ડી બ્રાર) સલમાનખાન સાથે ફેસ ટુ ફેસ મળવા માંગે છે, આગળ લખ્યું હતું- આગલી બાર ઝટકા દેખને કો મિલેગા. આ ઈ-મેલ મળ્યા બાદ પ્રશાંત ગુંજલકરે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. આ પહેલાં પણ એક ઈન્ટરવ્યુમાં લોરેન્સ બિશ્નોઈએ એવી ધમકી આપી હતી કે મારા જીવનનું હવે એક જ લક્ષ્ય છે- સલમાનનું મોત. ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા કાળિયારના શિકાર બદલ લોરેન્સ બિશ્નોઈએ સલમાનખાન પાસે માફીની માંગણી કરી છે. સલમાનને મળેલી ધમકીના અનુસંધાને તેના નિવાસસ્થાન પાસે સુરક્ષા ચુસ્ત બનાવાઈ છે.


Related News

Advertisement
Advertisement