મુંબઇ: આ મહિનાની શરૂઆતમાં પ્રોજેકટ કે ના સેટ પર શુટીંગ સમયે થયેલી ઇજા બાદ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને એક હેલ્થ અપડેટ શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં તેમણે કહયું છે કે તે ઠીક થઇ રહયા છે. પોતાની આ નોંધની સાથે સાથે બચ્ચને એક કાળા અને સફેદ કપડામાં ફેશન શો માં રેમ્પ પર ચાલતા પોતાની એક થ્રોેબેક તસવીર પણ શેર કરી છે. પોતાના કેપ્શનમાં અમિતાભે લખ્યું છે.- મારા સ્વસ્થ થવા માટે બધાની પ્રાર્થનાઓ અને શુભકામનાઓ માટે ધન્યવાદ. પોસ્ટનો જવાબ આપતા રાહુલ દેવે લખ્યું છે. -સાંભળો, આ ખબર સાંભળીને ખુબ જ સારું લાગ્યું, આપને પ્રેમ. ઉલ્લેખનીય છે કે, પ્રોજેકટ કે ના સેટ પર એક એકશન સીન કરવા દરમિયાન અમિતાભ બચ્ચનને ઇજા થઇ હતી. જેનાથી તેમની પાંસળી ખરાબ થઇ ગઇ હતી.