સતીષના મોતને લઈ અફવાથી દૂર રહી તેના મૃત્યુની ગરિમા જાળવો: અનુપમ ખેર

21 March 2023 04:42 PM
Entertainment
  • સતીષના મોતને લઈ અફવાથી દૂર રહી તેના મૃત્યુની ગરિમા જાળવો: અનુપમ ખેર

સતીષ કૌશિકના મૃત્યુને લઈને મીડિયામાં આવતી ખબરો મામલે પ્રાર્થનાસભામાં અનુપમની અપીલ

મુંબઈ તા.21 : હિન્દી ફિલ્મ ઉદ્યોગના કોમેડિયન, નિર્માતા, નિર્દેશક સ્વ. સતીષ કોશિકની પ્રાર્થનાસભા મુંબઈ ખાતે તેમના નિવાસે યોજાઈ હતી. જયાં ઉપસ્થિત તેમના મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે સ્વ. સતીષ કૌશિકના મૃત્યુને લઈને આવતા સમાચારોને લઈને આવતા સમાચારોને લઈને જણાવ્યું હતું કે લોકોએ અફવા ન ફેલાવી જોઈએ, તેમના મૃત્યુની ગરિમા જાળવવી જોઈએ.

બોલિવુડના જાણીતા એકટર સતીષ કૌશિકનું ગત 9મી માર્ચે હોલી ખેલ્યા બાદ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ બાદ મીડિયામાં તેમના મૃત્યુને લઈને મીડિયામાં અનેક ખબરો આવી હતી, તેમના નિધન બાદ મીડિયામાં તેમના મૃત્યુને લઈને મીડિયામાં અનેક ખબરો આવી હતી. તેમના નિધન બાદ મુંબઈમાં સતીષ કૌશીકના ઘરે પ્રાર્થનાસભા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત સતીષના મીત્ર અને એકટર અનુપમ ખેરે જણાવ્યું હતું

કે સતીષના મોતને લઈને મીડિયા અને લોકોએ અફવાથી દૂર રહેવું જોઈએ અને તેમના મોતનો મલાજો જાળવવો જોઈએ. સતીષના મૃત્યુને લઈને મીડિયામાં આવતી ખબરોને લઈને અનુપમે કહ્યું હતું કે તેમના મૃત્યુને લઈને આપણે અફવાથી દુર રહેવું જોઈઅ અને તેમની વિદાયની ગરીમા જાળવવી જોઈઓ; કારણ કે તે ગરીમાપૂર્ણ જિંદગી જીવ્યા હતા. આ પ્રાર્થના સભા સાથે બધી અફવાનો અંત આવવો જોઈએ.


Related News

Advertisement
Advertisement