ભાજપ વિશ્વનો સૌથી મહત્વનો રાજકીય પક્ષ: વોલસ્ટ્રીટ જર્નલ

21 March 2023 04:49 PM
India Politics World
  • ભાજપ વિશ્વનો સૌથી મહત્વનો રાજકીય પક્ષ: વોલસ્ટ્રીટ જર્નલ

► અમેરિકી આર્થિક સામાયીક ભાજપ-સંઘ-મોદીની પ્રશંસા કરી

► ચીનના સામ્યવાદી પક્ષ- મુસ્લીમ બ્રધરહુડ જેવી ભાજપની ક્ષમતા ભારતને એક શક્તિશાળી રાષ્ટ્ર બનાવશે: ચીન સામે લડવા અમેરિકા અને ભારતનો સાથ જરૂરી બનશે

નવી દિલ્હી: અમેરિકાના વિખ્યાત આર્થિક દૈનિક વોલ- સ્ટ્રીટ જર્નલએ ભાજપને વિશ્વની સૌથી મહત્વના રાજકીય પક્ષ તરીકે ગણાવતા તેની સરખામણી મુસ્લીમ બ્રધરહુડ અને ચીનના સામ્યવાદી પક્ષ સાથે કરી હતી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા આરએસએસ અંગે પણ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યુ હતું. વોલસ્ટ્રીટ જર્નલના ઓનલાઈન ડેસ્કમાં ભાજપની તાકાત ઓછી નહી આંકવા જણાવાતા કહ્યું કે 2024માં પણ ભાજપ જીત ભણી વધે છે.

આ લંબ વોલ્ટર રસેલે લખ્યુ છે અને તેમાં જણાવ્યું કે વિશ્વના સૌથી મહત્વનો પક્ષ ભાજપ અમેરિકાના રાષ્ટ્રહિતની દ્રષ્ટિએ પણ મહત્વનો છે તેની કિંમત ઓછી આંકવી જોઈએ નહી. 2014 અને 2019ની જીત બાદ તે 2024માં પણ ફરી જીતની તરફ છે. ભારત વગર અમેરિકાના કોઈપણ પ્રયાસો નિષ્ફળ થઈ જશે. ભારત એક આર્થિક શક્તિના સ્વરૂપમાં જાપાનની સાથે સાથે હિન્દ મહાસાગર અને અમેરિકી રણનીતિમાં એક મહત્વનો દેશ છે અને ભાજપ એક એવો દેશ બનાવશે જે ચીનની શક્તિને સંતુલીત કરશે અને અમેરિકાને પણ તે માટે ભારતની જરૂર પડશે.

તેઓએ લખ્યું કે મુસ્લીમ બુધરહુડની માફક ભાજપ પશ્ચીમી ઉદારમતવાદ અને તેના કેટલાક વિચારોને સ્વીકારતુ નથી અને સાથોસાથ પાકિસ્તાને પણ અપનાવે છે. ચીનના સામ્યવાદી પક્ષની જેમ ભાજપ 100 કરોડથી વધુ વસ્તી ધરાવતા દેશને એક મહાશક્તિ બનાવવા માંગે છે.જેની મદદ વગર અમેરિકા ચીનનો મુકાબલો કરી શકશે નહી. 20 કરોડની વસતિ ધરાવતા ઉતરપ્રદેશમાં ભાજપ સરકારને શિયા મુસ્લીમનું મજબૂત સમર્થન છે અને આરએસએસના કાર્યકર્તાઓ જાતિગત ભેદભાવ સામે લડવાની ભૂમિકા ભજવે છે.


Related News

Advertisement
Advertisement