મોદી હવે 25 માર્ચથી કર્ણાટક પર જોર લગાવશે

21 March 2023 04:54 PM
India
  • મોદી હવે 25  માર્ચથી કર્ણાટક પર જોર લગાવશે

બેંગ્લોર, તા. 21
કર્ણાટકમાં મે માસમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત થશે તે પૂર્વે વડાપ્રધાન તા.25 માર્ચના રોજ ફરી કર્ણાટકના પ્રવાસે જશે અને ભાજપના ચાર વિજય સંકલ્પ રેલીના સમાપન માં દાવણગેરેમામાં એક રેલીને સંબોધન કરશે અને બાદમાં માર્ચ માસના અંતે મોદી વધુ બે વખત કર્ણાટકનો પ્રવાસ કરે તેવા સંકેત છે.

મોદી અત્યાર સુધીમાં 2023માં 6 વખત કર્ણાટક જઇ ચૂકયા છે અને હવે ગુજરાત સ્ટાઇલથી અહીં કાર્પેટ બોમ્બીંગ શરૂ કરી દીધુ છે એટલું જ નહીં મોદી સરકારના મંત્રીઓ કર્ણાટકના પ્રવાસ કરીને રાજયમાં વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી રહ્યા છે અને તેથી આગામી દિવસોમાં ચૂંટણી જાહેર થાય તે પહેલા મોદી કર્ણાટકમાં છવાઇ જવા માંગે છે.

જોકે રાજયમાં આગામી ચૂંટણી પૂર્વે કોંગ્રેસ કરતા ભાજપના વાતાવરણ અંગે પણ પ્રશ્ન છે. રાજયમાં ચૂંટણીમાં વર્તમાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇના નેતૃત્વમાં લડવી કે કેમ તે અંગે જબરી દ્વિધા છે અને તેથી જ ગુજરાત સ્ટાઇલથી બોમ્મઇને ફરી મુખ્યમંત્રી બનાવશે તેવી જાહેરાત નહીં થાય તેવા સંકેત છે.


Related News

Advertisement
Advertisement