કર્ણાટકમાં ભાજપ ફરી એક વખત સતા પર આવવા માંગે છે દક્ષિણ ભારતમાં ભાજપનું એક રાજય છે કે સતા માટે આશા છે પરંતુ પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્રને પક્ષમાં સ્થાન અંગે જબરી લડાઇ છેડાઇ ગઇ છે અને તેના મુદે કર્ણાટક ભાજપમાં અસંતોષ પણ છે.
યેદિયુરપ્પાને વારસદાર તરીકે વિજયેન્દ્રને જાહેર કરી દીધો છે અને પોતાની વિધાનસભા બેઠક શિકારાપુરામાંથી જ તેનો પુત્ર ચૂંટણી લડશે તેવી જાહેરાત કરીને ભાજપના મોવડી મંડળને આંચકો આપી દીધો હતો ટીકીટની વહેંચણી થાય તે પૂર્વે યેદિયુરપ્પા પોતાના પુત્ર માટે સ્થાન નિશ્ર્ચિત કરી રહ્યા છે જેની સામે કર્ણાટક સરકારના મંત્રી વી.સોમન્ના દિલ્હી પહોંચ્યા છે અને તેને પક્ષ પ્રમુખ પાસે ફરિયાદ પણ કરી છે.
યેદિયુરપ્પાના બીજા પુત્ર રાઘવેન્દ્ર હાલ સાંસદ છે અને તેઓ પણ હવે રાજયમાં સક્રિય થવા ઇચ્છે છે. પણ વિજયેન્દ્ર વધુ મહત્વકાંક્ષી છે યેદિયુરપ્પાનો લાડકો પણ છે અને તેથી બંને ભાઇઓ વચ્ચે પણ જબરી સ્પર્ધા છે.