ઈસ્લામાબાદ (પાકિસ્તાન) તા.21
હાલ આર્થિક બેહાલીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં એ અવાજ ઉઠવા લાગ્યો છે કે, પાકિસ્તાનના શાસકો ભારત પ્રત્યેના જૂના સ્ટેન્ડમાંથી યુ-ટર્ન કરી ભારત સાથે આર્થિક સંબંધો મજબૂત કરવાનો સમય પાકી ગયો છે.
પાકિસ્તાન મીડીયામાં આ માંગ ભારતીય ઉપ હાઈકમિશન સુરેશકુમારના નિવેદન બાદ ઉઠી છે. લાહોર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના એક કાર્યક્રમમાં સુરેશકુમારે સૂચન કર્યુ હતું કે દાયકાઓ જૂના ભારત-પાકિસ્તાનના વિવાદો હલ કરવા માટે બન્ને દેશોએ ગાઢ અને સ્થાયી આર્થિક સંબંધોને ફરીથી બહાલ કરવા જોઈએ.
પાકિસ્તાનના મશહુર અખબાર ‘ડોન’ના અનુસાર સુરેશકુમારે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન સાથે બહેતર સંબંધો ઈચ્છે છે. કારણ કે આપણે ભુગોળ નથી બદલી શકતા. અખબારે પોતાના સંપાદકીયમાં લખ્યુ હતું. ઝેરીલા નિવેદનબાજી કરવાના સમયને વિદાય આપવી પડશે. ખાસ કરીને 2019માં પાક. અધિકૃત કાશ્મીરમાં બનેલી ઘટનાથી બન્ને દેશોના સંબંધોમાં કડવાશ આવી હતી.