નવી દિલ્હી તા.21 : અમુલ દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ છે. તેને ચલાવનારી કંપની ગુજરાત કે ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન હવે ડેરી પ્રોડકટ સિવાય અન્ય ઉત્પાદનોમાં પણ ઉતરવા માંગે છે, જેને લઈને અંબાણી, અદાણીની સાથે સાથે નેસલે, બ્રિટાનીયા, કોકાકોલા અને આઈટીસી જેવી જાયન્ટ કંપનીઓ સામે પણ પડકારો ઉભા થશે. મુકેશ અંબાણી બાદ હવે અમુલ દેશી બ્રાન્ડ કોલા બજારમાં ખળભળાટ મચાવવાની તૈયારીમાં છે.
અમુલનું લક્ષ્ય પુરી રીતે ફુડ એન્ડ બેવરેજેજ કંપની બનવાનું છે. મતલબ રસોડામાં બનનારી દરેક ફુડ કેટેગરીમાં ઉતરવાનું છે. જેથી નેસલે, રિલાયન્સ, બ્રિટાનીયા, કોકાકોલા, આઈટીસી જેવી કંપનીઓ માટે પડકાર ઉભો થશે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ક્ધઝયુમર પ્રોકડટસ 22 કરોડ રૂપિયામાં કેમ્પા કોલા ખરીદ્યા હતા. કંપનીએ માર્કેટમાં ત્રણ ફલેવર લોન્ચ કરી છે.
અમુલના નવા એમ.ડી. જયેન મહેતાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ડેરી કંપનીનો કોર બિઝનેસ છે, પરંતુ ગ્રોથ માટે કંપની અન્ય કેટેગરીમાં ઉતરવા માંગે છે, અમે બધી એ ફુડ કેટેગરીમાં ઉતરવા માંગીએ છીએ જેનો ઉપયોગ ગ્રાહક કીચનમાં કરે છે. કંપની નોન ડેરી બવરેજેજ સ્નેકસ, પલ્ચેઝ, કુકીઝ, એડીબલ ઓઈલ, ઓર્ગેનિક ફ્રુટસ, ફ્રોઝન ફુડસમાં ઉતરવાની તૈયારીમાં છે. કંપનીના એમડીએ કહ્યું હતું કે કંપનીના ગ્રોથ માટે આ જરૂરી છે. અમને કોમ્પીટીશનની ચિંતા નથી.