♦ પત્ની-પુત્રી સમક્ષ વિડીયોકોલથી ડાન્સ કરતા હતા: તેલંગાણામાં લગ્નમાં ડાન્સ કરતી યુવતી ફસડાઈ પડી
નવી દિલ્હી તા.21
રમતા-રમતા કે નાચગાન દરમ્યાન એકાએક હાર્ટએટેકથી મોતના કિસ્સા સતત વધતા હોય તેમ મધ્યપ્રદેશ તથા તેલંગાણામાં આવા બે બનાવ બન્યા છે. પ્રસંગમાં ડાન્સ કરતા એક યુવતી તથા એક સરકારી અધિકારીના મોત થયા હતા.
તેલંગાણામાં રાની નામની 30 વર્ષની યુવતી સંબંધીના લગ્નપ્રસંગમાં અન્ય મહિલાઓ સાથે ડાન્સ કરી રહી હતી ત્યારે લગ્નના અંતે કન્યા વિદાય વખતે એકાએક જમીન પર ફસડાઈ પડી હતી. તત્કાળ હોસ્પીટલે ખસેડવામાં આવી હતી જયાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
कल हम कहां तुम कहां"... गाने पर डांस करते हुए जिंदगी से विदा हो गए मध्य प्रदेश डाक परिमंडल के तकनीकी असिस्टेंट डायरेक्टर*.@ABPNews @abplive pic.twitter.com/iViENoYFBA
— Nitinthakur (@Nitinreporter5) March 20, 2023
આ સિવાય મધ્યપ્રદેશમાં ભોપાલ પોસ્ટ વિભાગમાં આસીસ્ટંટ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા સુરેન્દ્ર દીક્ષિત ડાન્સ કરતા ઢળી ગયા હતા. પત્ની-પુત્રીને વિડીયોકોલ કરીને માનીતા ગીત પર ડાન્સ કરતા હતા અને ત્યારે જ ફસડાઈ ગયા હતા. આ અધિકારીને એકપણ રોગ કે બિમારી ન હતી. કરુણતા એ છે કે ‘બસ આજ કી રાત હૈ જીંદગી’ના ગીત પર ડાન્સ કરતા હતા.
રાજકોટ-ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં રમત દરમ્યાન કે નાચગાન દરમ્યાન હાર્ટએટેકથી મોતના એક પછી એક કિસ્સા સામે આવી જ રહ્યા છે. કોરોના રસીની ઈફેકટ હોવાની શંકા એક વર્ગ દર્શાવે છે. જો કે, સરકારે તેનો ઈન્કાર કર્યો છે. આ અંગેના કોઈ પુરાવા ન હોવાનુ કે અભ્યાસ કરાયો ન હોવાનુ સ્પષ્ટ કર્યુ છે.