નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી અને તે પુર્વેની મહત્વના અનેક રાજયોની ધારાસભા ચૂંટણીઓ માટે સજજ થવા જઈ રહેલા ભાજપ દ્વારા હવે તેમના સાંસદો આગામી એક વર્ષ પુરી રીતે સક્રીય રહે તે જોવા માટે નિર્ણય લીધા છે અને તેના ભાગરૂપ આજે દિલ્હીમાં ભાજપના સાંસદો સાથે ગુજરાત ભાજપના પ્રમુખને સાંસદ શ્રી સી.આર.પાટીલ દ્વારા આયોજીત થઈ છે.
જેમાં પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી.નડ્ડા ઉપરાંત ગૃહ મંત્રી શ્રી અમીત શાહ ખાસ હાજરી આપશે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહે તેવી શકયતા છે. ગુજરાતમાં 156 બેઠકો સાથે ભાજપે જે ભવ્ય વિજય મેળવ્યો છે તેના પછી હવે લોકસભા જીત આસાન છે. 2014 અને 2019 બન્ને લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતીને રેકોર્ડ બન્યા છે
અને ફરી હવે આ જ રેકોર્ડનું પુનરાવર્તન થશે તેવો વિશ્વાસ ભાજપને છે છતાં પણ પક્ષ દ્વારા ‘ઓવરકોન્ફીડન્સ’ માં રહી શકાય નહી તે નિશ્ર્ચિત કરશે. હવે જે રીતે સંસદના સભ્યે રાહુલ ગાંધીની ધમાલ મુદે બન્ને ગૃહોની કાર્યવાહી ખોરવાઈ છે તેમાં બજેટ સહિતની મહત્વની ચર્ચા-મંજુરી પ્રક્રિયા પણ બાકી છે અને તેથી હવે તે માટે પણ ભાજપ તેના સાંસદોને વધુ સક્રીય રહેવા જણાવાશે.