નવી દિલ્હી તા.21 : પંજાબના ખાલીસ્તાનીવાદી અમૃતપાલસિંહ સામે કાર્યવાહી કરવામાં આવતા બ્રિટન અને અમેરીકામાં વસતા ખાલીસ્તાન સમર્થકોએ ઉશ્કેરાઈને ભારતીય દુતાવાસમાં હુમલા કરાતા આ ઘટનાની અમેરીકા અને બ્રિટનની સરકારે નિંદા કરી છે.
આ અસ્વીકાર્ય : અમેરીકી વિદેશ વિભાગનાં પ્રવકતા જોન કીર્બીએ જણાવ્યું હતું કે સાન ફ્રાન્સીસ્કોમાં ભારતીય વાણીજય દુતાવાસમાં તોડફોડ બિલકુલ અસ્વીકાર્ય છે.આ બર્બરતામય નિંદા કરીએ છીએ સાથે સાથે દુતાવાસમા કામ કરનારા રાજદુતોની સુરક્ષાની પ્રતિજ્ઞા પછી કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે સાન ફ્રાન્સીસ્કોમાં ભારતીય વાણીજય દુતાવાસ પર હુમલાને લઈને ફાઉન્ડેશન ફોર ઈન્ડીયા એન્ડ ઈન્ડીયન ડાયસ્પોરા સ્ટડીઝ (એફઆઈઆઈડીએસ) એ કહ્યુ હતું કે અમે લંડન અને સાનફ્રાન્સીસ્કોમાં પણ કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતાથી ચકીત છીએ.
બ્રિટનના સાંસદનો ખાલીસ્તાની સમર્થકોને કડક સંદેશ: રવિવારે કેટલાંક ખાલીસ્તાન સમર્થકોએ લંડન સ્થિત ભારતીય દુતાવાસમાં કરેલી તોડફોડની ઘટનાની નિંદા કરી છે.બ્રિટનનાં સાંસદ બોબ બ્લેકમેને ખાલીસ્તાની સમર્થકોને ચેતવણી આપીને લંડન પોલીસને આ લોકો પર સખ્ત કાર્યવાહી કરવાનું કહ્યું છે.
હિંસક પ્રદર્શન માટે શિખોના જુદા જુદા ત્રણ જૂથો સામેલ
અમૃતપાલ સામે કાર્યવાહીના વિરોધમાં...
નવી દિલ્હી: ખાલિસ્તાન વાદી નેતા અને વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સામે ભારતે કરેલી કાર્યવાહીથી ભડકેલા ખાલિસ્તાની સમર્થકોએ અમેરિકા અને બ્રિટન ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ ઉગ્ર હિંસક પ્રદર્શન કર્યું છે. આ હિંસક દેખાવો પાછળ ત્રણ જૂથો સંકળાયેલા હોવાનું બહાર આવ્યુ છે. જેમાં શિરોમણી અકાલીદળ, શીખ ફોર જસ્ટીસ (એસએફજે) અને શિખ યુવા ગઠબંધન સામેલ છે. ખાસ કરીને જસજીતસિંહ ચેલ્લા અને ફીમોન્ટ ગુરુદ્વારાની ભૂમિકા પણ સવાલના ઘેરામાં છે.