નવી દિલ્હી તા.21
હિન્દુત્વ વિરોધી ટીપ્પણી કરવી કન્નડ અભિનેતા ચેતન કુમારને મોંઘી પડી રહી છે.બજરંગ દળની ફરીયાદને પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી.
એકટર ચેતનકુમારે સોમવારે ટવીટ કરીને હિન્દુત્વને જુઠુ કહ્યું હતું આ ટવીટનાં આધારે બજરંગદળના શિવકુમારે એકટર સામે ફરીયાદ કરી હતી. જેને પગલે તેની ધરપકડ કરાઈ છે.
ચેતનકૂમાર એકટીંગ ઉપરાંત પોતાના બેબાક મંતવ્યોને લીધે જાણીતા છે. હિન્દૂત્વને લઈને તેમણે ટવીટ કર્યું હતું કે હિન્દુત્વ જુઠ પર બનેલુ છે. સાવરકર: ભારતીય ‘રાષ્ટ્ર’ ત્યારે શરૂ થયુ જયારે રામે રાવણને હરાવ્યો અને અયોધ્યા પાછા ફર્યા-આ એક જૂઠ છે. 1992: બાબરી મસ્જીદ ‘રામ જન્મ ભૂમિ’ છે-આ એક જુઠ છે.
ચેતને આવા અનેક વિવાદી ટવીટ કર્યા હતા આ પહેલા પણ ચેતન હિજાબ વિવાદને લઈને સમાચારોમાં આવ્યો હતો. એકટર પર આરોપ લાગ્યા હતા કે તેણે હિજાબ વિવાદની સુનાવણી કરી રહેલા હાઈકોર્ટનાં ન્યાયાધીશ વિરૂદ્ધ વાંધાજનક ટીપ્પણી કરી હતી. જેને લઈને પણ તેની ધરપકડ થઈ હતી.