સનસીટી એન્કલેવ એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલિત જુગાર કલબમાં દરોડો: સાત ઝબ્બે

21 March 2023 05:45 PM
Rajkot Crime
  • સનસીટી એન્કલેવ એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલિત જુગાર કલબમાં દરોડો: સાત ઝબ્બે

રાજકોટ તા.21 : રૈયા રોડ પર આવેલ સનસીટી એન્કલેવ એપાર્ટમેન્ટમાં બી વિંગના 102 નંબરના ફલેટમાં ચાલતી જુગાર કલબમાં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી સાત મહીલાને રૂા.26500ના મુદામાલ સાથે દબોચી લીધી હતી. દરોડાની વિગત અનુસાર શહેર ક્રાઈમ બ્રાંચના પીઆઈ વાય.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે. હુણ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા

ત્યારે રૈયા રોડ પર શાંતિનગરમાં આવેલ સનસીટી એન્કલેવ એપાર્ટમેન્ટ વિંગ-બી ફલેટ નં. 102માં રહેતી વનિતાબેન જયેશ બાટવીયા પોતાના મકાનમાં બહારથી મહીલાઓ બોલાવી જુગાર કલબ ચલાવે છે તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા વનીતાબેન બાટવીયા (ઉ.50) અરૂણાબેન નરશી ડાંગરીયા (ઉ.વ.65) (રહે. લક્ષ્મીનગર અનુપમ સોસાયટી શેરી નં.2, નાના મૈવા રોડ) હીનાબેન દલપતરામ દેશાણી (ઉ.વ.51) (રહે. માર્કેટીંગ યાર્ડ, આરટીઓ હુડકો કવાર્ટર), ઉર્મીલાબેન કિશોર બાટવીયા (ઉ.વ.55) (રહે. સ્વામીનારાયણ ચોક,

કૃષ્ણનગર શેરી નં.9) છાયાબેન રાજેન્દ્ર જોષી (ઉ.54) (રહે. ગાંધીગ્રામ સોસાયટી શેરી નં.4/2નો ખૂણો), શારદાબેન મુળજી સરવૈયા (ઉ.વ.52) (રહે.સાંઈધામ સોસાયટી શેરી નં.5, ગોકુલધામ) અને લતાબેન દિનેશચંદ્ર શાહ (ઉ.વ.62) (રહે.જલજીત સોસાયટી, શેરી નં.2)ને દબોચી રોકડ 10500 અને મોબાઈલ ફોન-5 મળી રૂા.26500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


Related News

Advertisement
Advertisement