રાહુલનું કયા સુધી ખેંચવું : ભાજપમાં હવે રણનીતિ વિચારાય છે

21 March 2023 05:47 PM
India
  • રાહુલનું કયા સુધી ખેંચવું : ભાજપમાં હવે રણનીતિ વિચારાય છે

રાહુલ ગાંધીએ જે રીતે લંડન જઇને મોદી સરકાર સામે પ્રહારો કર્યા તે મુદે ભાજપે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે અને છેલ્લા 7 દિવસથી સંસદમાં રાહુલની માફીના મુદે જબરી ધમાલ છે. પરંતુ રાહુલ ગાંધી કે કોંગ્રેસ માફી માંગવા તૈયાર નથી તે પણ નિશ્ચિત છે. તો હવે રાહુલની સામે ખાસ સમિતિ બનાવીને તેને લોકસભાના સભ્યપદેથી દુર કરવા મુદે પણ ભાજપમાં મતભેદ છે.

રાહુલને જો સંસદ સભ્ય તરીકે દુર કરાઇ તો તે શહીદ બની જશે અને તેની અસર કર્ણાટક ચૂંટણીમાં થઇ શકે છે તેથી જ ભાજપે કર્ણાટકની ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી પડ ધગતું રાખવાની વ્યુરચના બનાવી છે.

લોકસભા અને રાજયસભામાં બજેટ પણ પસાર કરવાનું છે અને હવે દિવસો ઘટતા જાય છે તેથી હવે લોકસભા અધ્યક્ષ આકરા મિજાજ સાથે ગૃહ ચાલવા દે તેવી વ્યુહરચના અપનાવવાની તૈયારી છે. બજેટ મંજૂર ન થાય તો સરકાર મુશ્કેલીમાં આવી જાય અને તે ભાજપ ઇચ્છતો નથી.


Related News

Advertisement
Advertisement