કોંગ્રેસના મહિલા ચહેરા તરીકે હવે સોનિયાના સ્થાને પ્રિયંકા ગાંધીને ચમકાવવાનો પક્ષનો વ્યુહ છે આગામી લોકસભા ચૂંટણી પ્રિયંકા ગાંધી લડી શકે છે પરંતુ હાલ તેઓ પક્ષમાં મહામંત્રી છે અને નવા રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને નવી ટીમ પસંદ કરવામાં આવે.
તો તેમાં પ્રિયંકા ગાંધીને વધુ મોટી ભૂમિકા અપાશે તેવું માનવામાં આવે છે. કારણ કે વર્ષના અંત સુધીમાં કોંગ્રેસ પક્ષે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ચૂંટણીનો સામનો કરવાનો છે અને તેમાં રાહુલ કરતા પ્રિયંકા વધુ મહત્વના સાબિત થઇ શકે છે.