રાવકીમાં કોપર વાયરના કારખાનામાં શ્રમિક પર હુમલો કરી રૂ.42 હજારના મુદ્દામાલની લૂંટ

21 March 2023 05:48 PM
Rajkot Crime
  • રાવકીમાં કોપર વાયરના કારખાનામાં શ્રમિક પર હુમલો કરી રૂ.42 હજારના મુદ્દામાલની લૂંટ

મોડીરાત્રે ધસી આવેલા અજાણ્યાં શખ્સોએ શ્રમિકને ધોકા અને પાઈપથી મારમારી બેભાન કરી નાખ્યો:60 કિલો કોપર વાયર લૂંટી ફરાર: લૂંટ સીસીટીવીમાં કેદ: પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ,તા.21 : લોધિકા નજીક રાવકીમાં આવેલ કોપર વાયરના કારખાનામાં ત્રાટકેલા ત્રણ શખ્સોએ કામ કરતા શ્રમિક પર હુમલો કરી કોપર વાયર અને મોબાઇલની લૂંટ ચલાવી નાસી છૂટતાં પોલીસ દોડતી થઈ હતી. બનાવ અંગે જસવતભાઈ છગનભાઈ પારઘી (ઉ.વ.22) (રહે હાલ.રાવકી જે.કે. એન્ટર પ્રાઈઝ કારખાનાની ઓરડીમા, લોધીકા મુળ. સંતરામપુર) એ જણાવ્યું હતું કે, પોતે છેલ્લા બે ત્રણ વર્ષથી રાવકીમાં પ્લોટ નં, 20-21 રાધીકા ફર્નીચર વાળી શેરીમા આવેલ જે.પી મેટલ નામના કારખાનામાં રૂ.15 હજાર પગારથી નોકરી કરે છે. કારખાનામા મશીન દ્વારા કોપર વાયર બનાવામા આવે છે

તેમને કારખાનામા દિવસ તેમજ રાત્રીના વારા પ્રમાણે નોકરી આવે છે. ગઇ તા .19ના રાતના સાડા નવ વાગ્યા તે જયા રહે છુ ત્યાથી જમીને જે.પી મેટલ નામના કારખાના નોકરીમાં ગયેલ હતો અને ત્યા મહંદ્ર રમેશભાઈ ગરાસીયા કામ કરતો હતો. જે જસવંત ત્યાં જતા તે અમારા કારખાનામા ઉપરના માળે જતો રહેલ હતો. અને પોતે દરરોજની જેમ મશીનમા કોપર મેટલ બનાવાનુ કામ કરવા લાગેલ હતો. બીજા દિવસે રાત્રીના એકાદ વાગ્યા ની આસપાસ તે કારખાનામા અંદર કામ કરતો હતો ત્યારે કારખાનાનો દરવાજો ખખડતાં તે ત્યા ગયેલ તો ત્યા કાળા કલરના કપડા પહેરેલ ત્રણ અજાણ્યા ઈસમો હતા. તેમાંથી એક ને મોઢે બાધેલ હતુ અને એક ના હાથમા પાઈપ તથા બેના હાથમાં લાકડાના ધોકા હતા.તેમને શુ કરશો તેવું પૂછતાં ત્રણેય શખ્સો તેને પાઈપ તથા ધોકા વડે મારવા લાગતાં તે લોહીલુહાણ થઈ બેભાન થઈ ઢળી પડ્યો હતો.

થોડી વાર પછી તે ભાનમાં આવતા કારખાનામાં ઉપર ગયેલ અને ત્યા મારી સાથે કામ કરતો મહેંદ્રભાઈ રમેશભાઈ ગરાસીયાને બનાવ ની વાત કરતા તેને અમારા કોન્ટ્રાકટર જસવંતભાઈ સરદારભાઈ પારઘીને આ બનાવની વાત કરેલ તો તેઓ કારખાને આવી ગયેલ અને જેઓએ શેઠ જેનીષભાઈ અશોકભાઈ ગીણોયાને ફોન કરતા તેઓ પણ કારખાને દોડી આવેલ હતાં તેમજ ઇજાગ્રસ્ત શ્રમિકને સારવારમાં ખસેડેલ હતો. બાદમાં કારખાનાના સીસીટીવી ચેક કરતાં ત્રણેય અજાણ્યાં શખ્સો કારખાનાનો દરવાજો ટપી દરવાજોનો આગળીયો ખોલી દરવાજા પાસે પડેલ કોપર વાયરની રીલ 65 કિલો રૂ .40 હજાર તેમજ મોબાઈલ ફોન રૂ. બે હજારની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી લોધિકા પોલીસે અજાણ્યાં શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ હાથ ધરી હતી.


Related News

Advertisement
Advertisement