આર. કે. પ્રાઈમ - 2 માં તોડફોડ કરનારા લુખ્ખા તત્ત્વોની ધરપકડ : ઓફિસધારક દ્વારા દંગલ

21 March 2023 05:52 PM
Rajkot
  • આર. કે. પ્રાઈમ - 2 માં તોડફોડ કરનારા લુખ્ખા તત્ત્વોની ધરપકડ : ઓફિસધારક દ્વારા દંગલ

રાજકોટમાં આગળ ધપતા કોર્પોરેટ કલ્ચરમાં અંતરાય બનતા અસામાજિક તત્ત્વોને પાઠ ભણાવવો અનિવાર્ય

રાજકોટ,તા.21 : ગઈકાલે રાત્રે 150 ફૂટ રિંગરોડ પર આવેલા આર. કે. પ્રાઈમ - 2 કોર્પોરેટ બિલ્ડીંગમાં એક ઓફિસ ધારક સુરેશ બલદાણિયા નામના શખ્સે દંગલ મચાવી ને બૂમાબૂમ કરી પાર્કિંગમાં તોડફોડ કરતા સ્થળ પરના એસોસિએશનના મેનેજરે માલવિયા નગર પોલીસને જાણ કરતા પોલીસે આવીને સૂરેશ બલદાણિયા નામના શખ્સની ધરપકડ કરી હતી જે આ બિલ્ડિંગમાં ઓફિસ ધારક પણ છે. માલવિયા નગર પોલીસે એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

આ ઘટના અંગે આર. કે. પ્રાઈમ એસોસિયેશનના મેનેજરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે પ્રાઈમ-2 એક પ્રતિષ્ઠા પ્રાપ્ત કોર્પોરેટ હાઉસ છે અને બજારની ભારે ડિમાન્ડ વચ્ચે પણ અહીં ઓફિસ ઉપલબ્ધ નથી તથા કોઈ રિસેલ કરવા પણ તૈયાર નથી. આવા સંજોગોમાં આ કોર્પોરેટ હાઉસમાં બેત્રણ તત્ત્વો અસામાજિક રાહે નેતા થવા માટે ધાકધમકી અને તોડફોડ કરીને એસોસિયેશનના બોંતેર સભ્યોની શાંતિ ડહોળીને રોફ જમાવવા ચાહે છે. જેની સામે એસોસિએશને સંપપૂર્વક કાનૂની પગલા લેવાનો નિર્ણય લીધો છે. અનેક સભ્યોએ આ દંગલ વિશે મેનજરને ફરિયાદ કરતા મેનેજરે તાત્કાલિક પોલીસ બોલાવીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

એસોસિયેશનના મેનેજરે વધુમાં જણાવ્યું હતું કે, આવા બેત્રણ ઉપદ્રવી પરિબળો દ્વારા પ્રાઈમ-2 કોમ્પ્લેક્સ પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવવા અને રિસેલ પ્રાઈઝ ઘટાડવા તથા સજ્જન વેપારીઓને ડરાવવા કે ભગાડવાના જે હીન પ્રયત્નો થઈ રહ્યા છે તેની સામે એકતાપૂર્વક એસોસિએશન કાનૂની રાહે લડત આપશે અને અન્ય કોઈ પણ અસામાજિક તત્ત્વો ધાકધમકીથી લીડર બનવાની હલકી રીતની કોશિશ કરશે તેનો એસોસિએશન ઘોર વિરોધ કરશે. આવા પરિબળો સામે વિવિધ અદાલતો, રાજ્ય સરકાર અને સર્વોચ્ચ અદાલત સુધી જઈને પાઠ ભણાવવા તથા કાયદો અને વ્યવસ્થાનું ચુસ્ત પાલન કરાવવા આર. કે. પ્રાઇમ - 2 એસોસિયેશન કટિબદ્ધ છે.


Related News

Advertisement
Advertisement