રાજકોટ,તા.21 : ફરિયાદ મુજબ બનાવની ટૂંકી વિગત એ છે કે, તા.19ના રોજ રાત્રિના વાગ્યાની આસપાસ નાણાવટી ચોક પાસે મરણજનાર આકાશ ભગવાનજીભાઈ રાઠોડ અને મુખ્ય આરોપી સેજાદ ઉર્ફે નવાબ સુલતાનભાઈ જલવાણી નું વાહન અથડાતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બોલાચાલી એ ઝઘડા નું રૂપ ધારણ કર્યું હતું. ઝઘડા બાદ મુખ્ય આરોપી ના મિત્રો વિનય ઉર્ફે ભૂરો ઉર્ફે મુસ્તાન રાજુભાઇ ઉકેડિયા, અંકિત ઉર્ફે અંકિજ રાજુભાઇ અજલાણી અને ફૈઝલ રાજુભાઇ અજલાણી આવી ગયા હતા. આ લોકો એ શિવપરામાં રહેતા આકાશ ઉર્ફે આકલો ભગવાનજીભાઈ રાઠોડ ને પકડી રાખેલ હતો અને મુખ્ય આરોપી સેજાદ ઉર્ફે નવાબે આકાશને છરીના અસંખ્ય ઘા માર્યા હતા. આ બાદ આકાશ ઢળી પડતાં તેના મિત્રો તેને રિક્ષામાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા જ્યાં ફરજ પર હાજર તબીબી અધિકારી દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
અને ગાંધીગ્રામ પોલીસ સ્ટ્રેમાં મૃતકના ભાઈ આશિષ ભગવાનજીભાઈ રાઠોડે આ ફરિયાદ દાખલ કરાવી હતી. કરતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. પોલિસ હત્યા અંગે તપાસ કરતાં હથિયાર તથા મૃતક ભાઈ ભાવીનજીભાઈ રાઠોડ એ ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ પોલિસે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતાં આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. પોલિસ દ્રાક્ષ હત્યા અંગે તપાસ કરતાં હથિયાર તથા આરોપીના કપડાં કબ્જે કર્યા હતા. જે હથિયાર અને આરોપી ના કપડા પર મૃતક આકાશ રાઠોડના લોહીના નિશાન મળ્યા હતા અને બનાવ ની જગ્યા એ પણ આવા લોહીના નિશાન જોવા મળ્યા હતા.
અને ત્યારબાદ હત્યા અને એટ્રોસિટી ના મુખ્ય આરોપી સેજાદ ઉર્ફે નવાબે પોતાના વકીલ મારફત જામીન ઉપર છૂટવા અરજી દાખલ કરી હતી. જામીન અરજી ચાલતા બનાવને નજરે જોનાર સાહેદના નિવેદનો, કુટુંબીજનોના નિવેદન, અન્ય સહેદોના નિવેદનો, અંગે બચાવપક્ષ દ્વારા લંબાણપૂર્વક દલીલો કરવામાં આવી હતી. બંને પક્ષોનની રજૂઆત અને ઉચ્ચ ન્યાયાલયોના ચૂકાદાઓ તેમજ કેસના સંજોગોને ધ્યાને લઈ રાજકોટના એડી. સેશન્સ જજ દ્વારા મુખ્ય આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરવામાં આવેલ હતી.આ કેસમાં મુખ્ય આરોપી સેજાદ ઉર્ફે નવાબ વતી રાજકોટના વકીલ રૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરજા, શકિત ગઢવી, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીત શાહ અને ફૈઝાન સમા રોકાયા હતાં.