બાળકની વચગાળાની કસ્ટડી મેળવવા પિતાએ કરેલી અરજી નામંજૂર

21 March 2023 05:53 PM
Rajkot Crime
  • બાળકની વચગાળાની કસ્ટડી મેળવવા પિતાએ કરેલી અરજી નામંજૂર

રાજકોટ,તા.21 : શહેરમાં રહેતા હિનાબેન સોહીલભાઈ લાલાણીએ પોતાના પતિ તેમજ સાસરીયા વિરૂદ્ધ ઘરેલું હિંસા ધારા-12 મુજબની અરજી કરેલ જે કેસમાં વચગાળા પેટે કોર્ટે ભરણપોષણ મંજુર કરેલ આ કેસમાં સામાવાળાઓ એટલે કે અરજદારના પતિ સોહિલ સુલતાનભાઈ લાલાણી દ્વારા ધરેલું હિંસા ધારાની કલમ-21 મુજબ પોતાના બાળકની વચગાળાની કસ્ટડી માટે અરજી કરેલ આ અરજી કરેલ આ અરજી ચાલી જતા અરજદારના એડવોકેટે દલીલ કરેલ છે. કે સામાવાળાઓને આ કાયદાની કલમ-21 મુજબ અરજી કરી શકે નહીં કાયદો સ્પષ્ટ છે કે ભોગ બનનાર અરજદાર જે કલમ-21 મુજબ અરજી કરી શકે નહી કાયદો સ્પષ્ટ છે કે ભોગ બનનાર અરજદાર જે કલમ-21 મુજબ કરી શકે જે દલીલ માન્ય રાખી રાજકોટની કોર્ટ દ્વારા પતિની બાળકની વચગાળાની કસ્ટડી મેળવવાની અરજી રદ્દ કરતો હુકમ કરાયો હતો. આ કેસમાં અરજદાર વતી રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી બકુલ વી.રાજાણી, આર.ડી.ગોહીલ, પ્રકાશ પરમાર, કોમલ વી.રાવલ, હર્ષ ધીયા વિજયસિંહ ઝાલા ઈન્દ્રવિજયસિંહ રાઓલ રોકાયેલ હતાં.


Related News

Advertisement
Advertisement