રાજકોટ:
હાલ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાંથી પરીક્ષા દરમિયાન વધુ એક ગેરરીતિની ઘટના બની છે. બે દિવસ પહેલાં ગોંડલમાં એક વિદ્યાર્થી મોબાઈલ લઈ પરીક્ષા ખંડમાં ઘુસી ગયો હતો અને સીસીટીવીમાં ઝડપાઈ ગયો હતો ત્યારે આજે ઉપલેટામાં ધો.12ની પરીક્ષામાં ગેરરીતિ કરતી વિદ્યાર્થિની ઝડપાઈ છે.
જબુબેન માવજીભાઈ કન્યા વિદ્યાલય ખાતે પરીક્ષા કેન્દ્ર હોય જ્યાં આજે ધો.12ના અંગ્રેજી વિષયનું પેપર હતું. દરમિયાન પરીક્ષા ખંડમાં એક વિદ્યાર્થિની માઈક્રો કાપલી બનાવીને સાથે લાવી હતી. આ કાપલીમાંથી કોપી કરતી હતી ત્યારે જ ખંડ નિરીક્ષકના ઝપટે ચડી ગઈ હતી અને કોપી કેસ નોંધવા તજવીજ કરાઈ હતી.