રાજકોટ:
રાજ્યમાં ધો.10-12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જેના અનુસંધાને આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયની પરીક્ષા હતી. જેમાં છબરડો સામે આવ્યો છે.
આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમના ગુજરાતી વિષયના પેપરમાં શિક્ષણ બોર્ડનો છબરડો જોવા મળ્યો છે, પ્રશ્ન નં.7 કોર્ષ બહારનો પૂછી નખાયો હતો જ્યારે પ્રશ્ન નં 35 અને 36 માં પ્રિન્ટિંગ ભૂલ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. કોર્ષ બહારનો પ્રશ્ન પૂછી લીધો હોય અને પ્રશ્નમાં પ્રિન્ટિંગ ભૂલ હોય, વિદ્યાર્થીઓમાં દેકારો બોલી ગયો હતો.