ન્યુ દિલ્હી : મંગળવારે રાત્રે લગભગ 10.15 વાગ્યે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુપી, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં રહ્યું હતું. ભૂકંપના કારણે જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ દિલ્હીના શકરપુર વિસ્તારમાં એક ઈમારત ઝૂકી જવાની માહિતી છે.
ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કઝાકિસ્તાન અને ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનથી 90 કિમી દૂર કલાફગનમાં હતું.
ભૂકંપના આંચકાથી લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપના આંચકા કેટલીક સેકન્ડો સુધી અનુભવાયા હતા.