ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ચાલશે. ESPN-Cric ઇન્ફોએ આ માહિતી આપી છે. જોકે, ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે તારીખની જાહેરાત કરવામાં આવી નથી.
સ્પોર્ટ્સ વેબસાઈટ ESPN Cric Info અનુસાર, વર્લ્ડ કપની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે. આ સિવાય બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈમાં મેચ રમાશે. આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે અને ત્રણ નોકઆઉટ સહિત 48 મેચો રમાશે.