♦ દેશમાં 44 ટકા લોકો પાણીને શુદ્ધ કરવા આરઓ સિસ્ટમનો ઉપયોગ કરે છે: રિપોર્ટ
નવી દિલ્હી તા.22
પાણી માણસની પાયાની જરૂરિયાત છે. દુનિયાના અનેક વિકસીત દેશોમાં લોકો સીધા નળથી જ શુદ્ધ પાણી પી શકે છે પરંતુ ભારતમાં હજુ આ સ્થિતિ નથી. લોકલ સર્કલ તરફથી કરવામાં આવેલ સર્વે અનુસાર દેશમાં માત્ર ત્રણ ટકા પરિવારોને જ કોર્પોરેશનના નળમાંથી શુદ્ધ પાણી મળે છે.
દેશભરમાં 305 જિલ્લામાં 26 હજાર લોકો નળથી જલની ગુણવતા અને જલને સાફ કરવાની વિધિઓ બારામાં સવાલ પૂછવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણ ટકાએ જ કહ્યું હતું કે તેઓ નળથી મળતા જલનો સીધો ઉપયોગ કરે છે.
શુદ્ધ કરવાની જરૂરત: સર્વેમાં 44 ટકાએ કહ્યું હતું કે નલનુ જલ સારું છે પણ તેને પીતા પહેલા સાફ કરવું જરૂરી છે. 15ટકા લોકોએ પાણીને ખૂબ સારુ બતાવ્યું હતું, જયારે 32 ટકા લોકોએ સરેરાશ જણાવ્યું હતું. 10 ટકા લોકોએ નળથી મળતા નીરને ખરાબ માન્યું હતું.
આરઓનો વધુ ઉપયોગ: લોકો ઘરમાં પાણીને શુદ્ધ કરવા આરઓ સીસ્ટમનો વધુ ઉપયોગ કરે છે. 44 ટકાએ કહ્યું હતું કે તેઓ આરઓનો ઉપયોગ કરે છે, જયારે 22 ટકા વોટર પ્યુરીફાયરનો ઉપયોગ કરે છે. 11 ટકા લોકો પાણી શુદ્ધ કરવા ઉકાળે છે.
5 ટકા પરિવાર બોટલ બંધ પાણીનો ઉપયોગ કરે છે: કેન્દ્ર અને રાજય દ્વારા ઘરમાં નળના માધ્યમથી પીવાલાયક પેયજલનો પુરવઠો પુરો પાડવામાં આવે છે, પરંતુ પાંચ ટકા પરિવાર હજું બોટલબંધ પાણી ખરીદે છે. જલ જીવન મિશનમાં 2024 સુધીમાં દરેક ઘરમાં નળનું પાણી પહોંચાડવાનું લક્ષ્ય નકકી કરવામાં આવ્યું છે, આજે 11 કરોડ ગ્રામીણોને શુદ્ધ પાણી મળી રહ્યું છે. 2019માં માત્ર 3.23 કરોડ લોકોને જ મળતું હતું.