♦ જો કે ફાયરીંગ સ્કવોડ કે ઝેરનું ઈન્જેકશન આપવા અથવા ઈલેકટ્રીક ચેરથી મૃત્યુ આપવાનો વિકલ્પ ફગાવાયો
નવી દિલ્હી: વિશ્વમાં અનેક દેશોમાં ફાંસીની કે મોતની સજાનો અંત લાવી દેવાયો છે અથવા ગેસ ચેમ્બર્સ કે ફાયરીંગ સ્કવોડ સમક્ષ ઉભા રાખીને તુર્તજ મૃત્યુ પામે તેવા પ્રકારના વિકલ્પો પણ અપનાવવામાં આવી રહ્યો છે તે સમયે ભારતમાં પ્રથમ વખત સર્વોચ્ચ અદાલતે મૃત્યુદંડમાં ફાંસીના માચડે લટકાવી દેવાના બદલે ઓછું પીડાદાયક મોત આપવા અંગે વિકલ્પ વિચારવા સરકારને સલાહ આપી છે.
દિલ્હીમાં સાત વર્ષના બાળકના અપહરણ અને તેની હત્યાના આરોપીને અગાઉ ફાંસીની સજાને આખરે સુપ્રીમ કોર્ટે પણ એક તબકકે બહાલી આપી હતી પણ આ આરોપીએ જેલવાસ સમયે જ અભ્યાસ કરીને ડિપ્લોમા મેળવ્યો હતો અને તેને ફાંસીની સજામાં 20 વર્ષની જેલ સજામાં ફેરવી નાખી હતી તે સમયે સર્વોચ્ચ અદાલતે જો કે ફાયરીંગ સ્કવોડ સમક્ષ ઉભો રાખીને આરોપીને ગોળીએ દેવાની સજાને હાલના સમાજમાં શોભે નહી તેવી ગણતરી અને ઈલેકટ્રીક ચેરમાં બેસાડીને વિજ કરન્ટથી મૃત્યુ કે ઘાતકી ઈન્જેકશનથી પણ મોત આપવાને ખૂબ જ પીડાદાયક ગણાવી હતી અને તેમાં કોઈ ભુલ થવાની પણ સંભાવના હોવાનું જણાવીને સાથોસાથ વધુ ઓછી પીડાદાયક પદ્ધતિ અપનાવવા પર વિચાર કરવા જણાવ્યું હતું.
રસપ્રદ બાબત એ છે કે, વર્તમાન ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડના પિતા અને તે સમયના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વી.વાય.ચંદ્રચૂડની ખંડપીઠે ફાંસીની સજાની વ્યાખ્યા કરતા કહ્યું અને કલમ 354 (ફોજદારી ધારા)ને માન્ય રાખતા કહ્યું કે જે વ્યક્તિને મૃત્યુદંડની સજા આપવાની હોય તેને ગળામાં દોરડુ નાખી ગાળીયા મારફત તે મૃત્યુ પામે ત્યાં સુધી લટકાવી રાખવાનો રહેશે. ‘હેગ ટીલ ધ ડેથ’ શબ્દનો આ માટે ઉપયોગ કરાયો હતો. જો કે 1980 બાદ સુપ્રીમ કોર્ટ અત્યંત જવલ્લે જ ‘રેરેસ્ટ ઓફ રેર’ કેસમાં ફાંસીની સજા આપવાનો આદેશ આપ્યો છે.