નવી દિલ્હી: ગઈકાલે રાત્રીના અફઘાનીસ્તાન-પાકિસ્તાન-ચીન ઉપરાંત રશિયાના પુર્વ રાજયો પાકિસ્તાન અને ઉઝબેકીસ્તાન સહિતના ક્ષેત્રોમાં આવેલા ભૂકંપથી ખાસ કરીને પાકિસ્તાન તથા અફઘાનીસ્તાનમાં તબાહીના સંકેત છે. કાલે રાત્રીના ભારતમાં 10.20 કલાકે દિલ્હી- એનસીઆર ઉપરાંત રાજસ્થાન-હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉતરપ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને છેક ગુજરાતમાં અમદાવાદ સુધીના વિસ્તારોમાં લોકો સુવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે જ ધરતી 6.6ની તિવ્રતા સાથે ભૂકંપનો એક શક્તિશાળી આંચકો લાગ્યો હતો.
► પાક.માં 11ના મોત: 100થી વધુ ઘાયલ: અફઘાનમાં પણ જાનહાનીના અહેવાલ: ચીન પણ ધ્રુજયું
જેના કારણે લોકો ગભરાયા, ઘરની બહાર નીકળી ગયા હતા. આ ભૂકંપનું ભૂમિ બિન્દુ અફઘાનીસ્તાનમાં હિન્દુકુશ પર્વતમાળામાં જમીનની અંદર 156 કી.મી. ઉંડાઈ પર હતું. જેનાથી તેની ઘાતક અસર ઓછી રહી હતી. પરંતુ આ આંચકો અનેક ક્ષેત્રમાં લગભગ 80 સેકન્ડ સુધી ચાલતા જબરો ગભરાટ વ્યાપી ગયો હતો અને મોડી રાત્રી સુધી લોકો જાગતા રહ્યા હતા. જો કે ભારતમાં આ ભૂકંપથી કોઈ નુકશાન કે જાનહાની થઈ નથી. કાશ્મીરના બારામુલ્લામાં થોડા મકાનોમાં તિરાડ પડી ગઈ હતી.
► પાક.-અફઘાનમાં સૌથી વધુ અસર: રાત્રીના 10.20ના સમયે 6.6ની તિવ્રતાના આંચકાનું ભૂમિ બિન્દુ હિન્દકુશ પર્વતમાળામાં જમીન અંદર 156 કી.મી. મોટો ખતરો ટળ્યો
પાકમાં ઈસ્લામાબાદ- રાવલપીંડી- પેશાવર- કોહાટ અને અન્ય ક્ષેત્રોમાં ભૂકંપની અસર વધુ હતી અને અહેવાલ મુજબ 11થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને 100થી વધુ ઘાયલ થયા છે તો અફઘાનીસ્તાનમાં પણ મૃત્યુના અહેવાલ છે અને પાકમાં ભૂકંપના કારણે એક બે બહુમાળી ઈમારત ધસી પડી હતી અને ત્યાં રાહત બચાવની કામગીરી શરુ થઈ હતી. અફઘાનમાં આ ભૂકંપનું ભૂમિ બિંદુ હોવાથી અહી તેની અસર સૌથી વધુ હતી. પાક મૌસમ વિભાગના જણાવ્યા મુજબ મોટી જાનહાની નથી અને ઈમારતોને મોટુ નુકશાન થયુ નથી.