નવી દિલ્હી: પાટનગરમાં આમ આદમી પાર્ટી તથા ભાજપ વચ્ચે વધતી જતી ટકકરમાં દિલ્હી સરકારનું બજેટ 24 કલાક રોકયા બાદ ગઈકાલે કેજરીવાલ સરકારને તે રજુ કરવા મંજુરી આપી હતી તે વચ્ચે પાટનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોષ્ટર લગાવવા બદલ પોલીસે 44 જેટલી એફઆઈઆર નોંધ્યા બાદ ‘આપ’ સાથે જોડાયેલા
અનેક કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. જો કે આ પોષ્ટર્સમાં ફકત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રો જ હતા અને કોઈ આપતીજનક કે બદનક્ષી થાય તેવું લખાણ કે ચિત્રો ન હતા મોદી હટાવ દેશ બચાવના સૂત્રો લખાયા હતા. પરંતુ તે પોષ્ટર્સ જાહેર સંપતિઓ પર લગાવ્યા હોવાથી ડિફેસમેન્ટ એકટ હેઠળ આ કાર્યવાહી કરી હતી.
આ પોષ્ટરમાં પ્રિન્ટીંગ પ્રેસ કે પ્રકાશકનું નામ લખાયું ન હતું. પોલીસે પોષ્ટર લગાવનારની ધરપકડ કર્યા બાદ તેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના નામ ખુલ્યા હતા અને પોલીસે દરોડા પાડી નારાયણા સ્થિત પ્રિન્ટીંગ પ્રેસમાંથી 50000 જેટલા પોષ્ટર કબ્જે કર્યા છે તે છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં લગાવવા માટે મોકલવામાં આવતા હતા.