નવી દિલ્હી: દેશમાં આ વર્ષે પણ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠા વિ.ની પણ સ્થિતિ છે. આ વચ્ચે રાજયસભામાં અપાયેલ માહિતી મુજબ 2022માં દેશમાં ગરમી સંબંધી બિમારીથી 33 લોકોના મૃત્યુ થયા હતા. જો કે 2023માં હજું પણ એક મૃત્યુ નોંધાયુ નથી. 2022માં જે કુલ 33 મૃત્યુ થયા તેમાં 27 ફકત મહારાષ્ટ્રમાં જ હતા. જયારે ઓડિસામાં ત્રણ મૃત્યુ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય રાજયમંત્રી ભારતી પ્રવિણ પવારે ઉમેર્યુ કે 2021માંજ ગરમી સંબંધી એક રાષ્ટ્રીય-માર્ગરેખા તૈયાર કરી કે તે રાજયને મોકલી આપવામાં આવી હતી અને રાજયને તેનો ચુસ્ત અમલ કરવા પણ જણાવ્યું હતું.