મુંબઈ: પિતાની મિલ્કતમાં પુત્રીઓના સમાન અધિકાર છે તે સ્થાપીત કરતા એક ચુકાદામાં મુંબઈ હાઈકોર્ટે જણાવ્યું હતું કે લગ્ન સમયે દિકરીને દહેજ અપાયું હોવા છતાં પણ તે પિતાની મિલ્કતમાં તે પુત્રોની સાથે સમાન અધિકાર છે. પિતાના મૃત્યુ બાદ ચાર ભાઈઓ તથા માતાએ સંપતિના બરાબર ભાગલા પાડી દીધા.
જયારે એક પરણીત પુત્રીને તેના ભાગની રકમ આપી ન હતી.જે સામે પુત્રી મુંબઈ હાઈકોર્ટની ગોવા બેંચ સમક્ષ ગઈ હતી અને જસ્ટીસ મહેશ સોનકે એ દલીલ નકારી કે પુત્રીને લગ્ન સમયે પૂરતું દહેજ આપી દીધુ છે તેથી તેને હવે તેના પિતાની સંપતિમાં અધિકાર નથી. હાઈકોર્ટે આ અંગે પરિવાર દ્વારા મિલ્કતની વહેચણી અંગે જે ટ્રાન્સફર ડીડી કર્યુ હતું તે પણ રદ કર્યુ હતું અને પુત્રીના હિતને ધ્યાનમાં રાખી નવેસરથી વહેચણી કરવા આદેશ આપ્યો હતો.