જુનાગઢમાં બે દિવસ પહેલા ગુમ થયેલ એએસઆઇનો આપઘાત : શાપુરમાં ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો

22 March 2023 11:35 AM
Junagadh Crime Saurashtra
  • જુનાગઢમાં બે દિવસ પહેલા ગુમ થયેલ એએસઆઇનો આપઘાત : શાપુરમાં ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો

મૃતક પીટીસીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા : સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શાપુર સુધી પહોંચી : કારણ અકબંધ

જુનાગઢ, તા.22 : જુનાગઢ ખાતે પીટીસીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા એએસઆઇ બ્રીજેશ લવડીયા બે દિવસ પહેલા ગુમ થયેલ જેની શોધખોળ બાદ શાપુર નજીકની વાડીમાં ચીકુડીના ઝાડ સાથે ગળેફાંસો ખાઇ લીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. એએસઆઇ બ્રીજેશ ગોવિંદભાઇ લવડીયા (ઉ.વ.48) બે દિવસ પહેલા અચાનક ગુમ થઇ જતા પોલીસ અને પરિવારે તેની શોધખોળ શરૂ કરેલ જેમાં શાપુર સીસીટીવી કેમેરા ફૂટેજમાં શાપુર ગામેથી બહાર નીકળતા જોવા મળેલ, વંથલી પીએસઆઇ મકવાણા, પીએસઆઇ સોનારા અને સ્ટાફે ચોતરફ તપાસમાં શાપુર નજીક આવેલ ખારાવાળી સીમમાં ચીકુડીના બગીચાના ઝાડ સાથે દરોડા વડે ગળેફાંસો ખાઇ લઇ આપઘાત કરી લીધેલ હાલતમાં મૃતદેહ જોવામળતા પીએમ માટે બ્રીજેશભાઇ લવડીયાને વંથલી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. આપઘાતનું કારણ જાણવા મળવા પામ્યુ નથી. વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement