ચેટ જીટીપીથી બદલશે એપની દુનિયા

22 March 2023 11:38 AM
India Technology
  • ચેટ જીટીપીથી બદલશે એપની દુનિયા

ગુગલ અને માઈક્રોસોફટ હવે ચેટ જીપીટીનો પ્રયોગ આઉટલુક,બિંજ એપમાં પણ કરશે

નવી દિલ્હી તા.22
ચેટ જીપીટી અર્થાત જનરેટીવ એઆઈ ખૂબ જ ઝડપથી આપણી જીંદગીનો ભાગ બનવા જઈ રહી છે. ટેકનિકના ક્ષેત્રમાં કામ કરનારી દુનિયાની દિગ્ગજ કંપનીઓ તેનો દરેક શકય ઉપયોગ કરી રહી છે. ગુગલ અને માઈક્રો સોફટ ગ્રાહકો સાથે જોડાયેલ ઉત્પાદનો જેવા કે આઉટ લુક, બિંજ, એજ અને જી-મેલ અન્ય એપને તેનાથી સજજ કરવા જઈ રહ્યા છે.

વિશેષજ્ઞોનું આકલન છે કે, ચેટ જીટીપીથી સજજ એપને ચલાવવી સરળ હોવાની સાથે સાથે સમય બચાવનાર સાબિત થઈ શકે છે. તો આવો, જાણીએ છીએ કે કેવી રીતે આ આધૂનિક ટેકનીક રોજબરોજનાં જીવનને સરળ અને અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

શું નોકરી જવાનો ખતરો વધશે ?
જનરેટીવ એઆઈની લોકપ્રિયતા છતાં ટેકનિકલ કંપનીઓ ચોકકસતાથી દુર છે.જનરેટિવ એઆઈને ખોટો જવાબ આપતા પણ જોવામાં આવ્યા છે. ટેકનીક કામને સરળ બનાવી શકે છે. પરંતુ માણસની જગ્યા લેવા કે નોકરી લેવા માટે હજુ તૈયાર નથી.

ગુગલ અને માઈક્રોસોફટ શું દઈ રહ્યા છે ?
1.ગુગલ જનરેટીવ એ આઈથી જી-મેલ અને ડોકયુમેન્ટ પર ઓટોમેટીક લેખનમાં મદદ કરી રહ્યું છે.ઉદાહરણ તરીકે એચઆરે ચેટ જીટીપીને કમાન્ડ આપી કે નવા ર્ક્મચારીનાં સ્વાગત માટે મેલ લખવામાં આવે તો ચેટ જીટીપી વેલકમ મેલ લખશે.આ રીતે માઈક્રો સોફટનો કો-પાયલોટ 365 આઉટ લુક, વર્ડ અને એકસેલને સપોર્ટ કરે છે. કમાન્ડથી સ્પ્રેડ શીટ ખોલી શકે છે. વિષય બતાવવા પર લેખ લખશે.

શું આવા ઉત્પાદન ખૂબ જ સીમિત છે ?
ઓપન એઆઈનાં ચેટ જીપીટીની તર્જ પર માઈક્રોસોફટ પોતાના સર્ચ એન્જીન બિંગ અને જ બ્રાઉઝરમાં અગાઉથી જ બોટનો ઉપયોગ કરી રહ્યું છે.ગુગલ પોતાના સર્ચ એન્જીનમાં બાર્ડ નામનું બોટ લાવવાની તૈયારીમાં છે.

ટેકનિકલ દોડમાં કોણ છે આગળ ?
કાગળોમાં માઈક્રોસોફટ આગળ છે. ગુગલ એઆઈ જનરેટિવનું સ્તર પર પરીક્ષણ કરી રહ્યું છે, જયારે માઈક્રોસોફટ મોટા સ્તરે પરીક્ષણ કરી રહ્યું છે. ગુગલે 2017માં પહેલીવાર એઆઈ સિસ્ટમ તૈયાર કરી હતી.

ગ્રાહકો આ ઉત્પાદનોથી કેવી રીતે પ્રભાવિત થશે?
ગુગલ અને માઈક્રોસોફટ જનરેટીવ એઆઈના ચલણને વધારીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માંગે છે. માણસના રોજબરોજના કામને સરળ બનાવવાનું લક્ષ્ય છે. એઆઈ કોઈ કર્મીની નિયુક્તિ માટે વેલકમ મેલ લખે છે તો તેને વ્યક્તિ અંતિમ રૂપ આપી શકે છે.

કેવી રીતે ચેટ જીટીપીનો ઉપયોગ થઈ શકે છે ?
ઓપન એઆઈ દ્વારા તૈયાર ચેટ જીટીપી પ્લસને ઉપયોગ કરવા માટે લગભગ 1600 રૂપિયા દર મહિને ચુકવવા પડશે. ચેટ જીપીટીનું બેઝિક વર્ઝન હજુ મફત છે. તેનો ઉપયોગ કરવા માટે ચેટ ઓપન એઆઈ કોમ પર કલીક કરો.ખાતા ખોલવા અને પેમેન્ટ કર્યા બાદ ઉપયોગ કરી શકાય છે બાકી અન્ય કંપનીઓ પણ આ દિશામાં કામ કરી રહી છે. ગુગલ પાલ્મ નામનાં બોટ પર કામ કરી રહ્યું છે. જે જીવનને સરળ બનાવશે.


Related News

Advertisement
Advertisement