ઓસ્કારમાં ઈતિહાસ રચનાર અને વિશ્વભરમાં લોકપ્રિય બનેલા ફિલ્મ આરઆરઆરના ગીત ‘નાટુ નાટુ’ના મોહમાં અમેરિકન ટેસ્લા કારના માલીક પણ જકડાયા છે. સોશ્યલ મિડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં પાર્કીંગ સ્લોટમાં પડેલી સેંકડો ટેસ્લા કારની લાઈટ ચાલુ કરીને ‘નાટુ નાટુ’ ગીત વગાડવામાં આવી રહ્યાનું અને સાથોસાથ કેટલાંક લોકો જુનિયર એનટીઆર તથા રામચરણનાં હુક સ્ટેપ મુજબ ડાન્સ કરી રહ્યાનું માલુમ પડી રહ્યું છે.
ઓસ્કાર વિજેતા ગીતે સમગ્ર વિશ્વમાં ધમાકો સર્જયોજ છે. સામાન્ય ફેન્સથી માંડીને ધનકુબેરો, રાજનીતિજ્ઞો તથા સેલીબ્રીટીઓ પણ તેમાંથી બાકાત રહી શકયા ન હોવાનું સાબીત થાય છે.