માર્ચમાં સોનામાં 7 ટકાની તેજી: ગોલ્ડ લોન લેનારાને રાહત

22 March 2023 11:50 AM
India
  • માર્ચમાં સોનામાં 7 ટકાની તેજી: ગોલ્ડ લોન લેનારાને રાહત

મુંબઈ તા.22
અમેરિકી બેંકીંગ સંકટ ગંભીર બનવાની આશંકાથી છેલ્લા દિવસોમાં સોના-ચાંદીમાં અભૂતપૂર્વ રેકોર્ડબ્રેક તેજી સર્જાતા ગોલ્ડ લોન લેનારા લોકોને રાહત થઈ છે.લોન પેટે વધુ નાણાં મળી શકવાના સંજોગો સર્જાયા છે.ચાલુ મહિનામાં સોનામાં સરેરાશ 7 થી 8 ટકાનો ભાવ વધારો થયો છે.

સામાન્ય વર્ગના લોકો કે નાના વેપારીઓ નાણાંકીય જરૂરીયાત પુરી કરવા માટે સોનું ગીરવે રાખીને લોન મેળવતા હોય છે.છેલ્લા એક મહિના દરમ્યાન બેંકીંગ સંકટ સહીતની વૈશ્વિક ઘટનાઓની અસરે સોનામાં 7 થી 8 ટકાની તેજી થઈ હતી. જેનાથી ગોલ્ડ લોન લેનારાને રાહત છે. થોડા દિવસો પૂર્વે ગોલ્ડ લોન લીધી હોત તો ત્યારના ભાવના આધારે લોનની રકમ નકકી થઈ હતી.

હવે ભાવમાં મોટુ અંતર આવી ગયાનું સ્પષ્ટ છે.એટલે લોન ધારક ઈચ્છે તો તફાવત પેટે વધુ નાણાં મેળવી શકે છે. જોકે, સોનાના ભાવ ફરી ઘટી જાય તો બેંક કે એનબીએફસી નાણા પરત માંગી શકે છે.

જાણકારોનાં કહેવા પ્રમાણે ગોલ્ડ લોન લેવાનો એક ટ્રેંડ બની ગયો છે અને તેની ક્રેડીટ સ્કોર પર પણ અસર થઈ શકે છે. ક્રેડીટ સ્કોરને જાળવવા માટે સમયસર હપ્તા ચુકવવાનું આવશ્યક છે.ગોલ્ડ લોનનાં હપ્તા ચુકવવામાં ન આવે તો બેંકો-એનબીએફસી 90 દિવસ બાદ સોનુ વેંચીને લોનના નાણા રિકવર કરવાની પ્રક્રિયા કરે છે.

સોનામાં ચમક જારી રહી શકે છે
સોનામા એકાદ સપ્તાહ જોરદાર તેજી થયા બાદ બે દિવસથી ભાવ પાછા પડયા છે છતાં નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે આવતા દિવસોમાં સોનામાં ચમક બબની રહેવાની સંભાવના છે જાણકારોનાં કહેવા પ્રમાણે અનેક દેશોમાં આર્થિક સ્લોડાઉનની અસરે છટણીનો દૌર ચાલી રહ્યો છે અને તેમાં કોઈ રાહત નથી. કંપનીઓએ વિસ્તરણ સહિતના પ્રોજેકટ પડતા મુકયા છે.

બીજી તરફ તહેવારો તથા લગ્નોની ડીમાંડમાં કોઈ કમી થાય તેમ નથી. 2001 થી 2013 ના બાર વર્ષમાં ગોલ્ડ લોન ફાઈનાન્સમાં ખૂબ મોટો વધારો થયો છે.ટોચની બે કંપનીઓ મુથુટ તથા મન્નાપુરમ ફાઈનાનન્સનો લોન પોર્ટફોલીયો 900 કરોડથી વધીને 36000 કરોડ થયો હતો.તે 2021-22 માં 77400 કરોડ પહોંચ્યો હતો.આ પછી નિયમોમાં બદલાવ આવ્યા છે. જાણકારોના કહેવા પ્રમાણ ગોલ્ડ લોનની વર્તમાન તેજીનો લાભ આ ક્ષેત્રની તમામ કંપનીઓને મળી શકશે કારણ કે નવા નિયમો હેઠળ સમગ્ર વ્યવસાય બદલાઈ ગયો છે.


Related News

Advertisement
Advertisement