આણંદ તા.22
દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત સહીત દેશના અનેક રાજયોમાં એચ3એન2 વાયરસનો ખતરો વધી ગયો છે અને આ વાયરસથી અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. ગુજરાતમાં પણ આ વાયરસનાં કેટલાંક કેસ નોંધાયા છે. તેમાં ગુજરાતનો વધુ એક જીલ્લો આણંદમાં એચ3એન2 નો પ્રથમ કેસ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.
આણંદ જીલ્લામાં 65 વર્ષની એક મહિલા આ વાયરસની ઝપટમાં આવી છે તેનો એચ3એન2 રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જીલ્લામાં આ પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે.
સંક્રમિત દર્દીને હોસ્પીટલે ખસેડવામાં વી છે.તેના પરીવારજનોનાં ટેસ્ટ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભાવનગરમાં પર એક 22 વર્ષની યુવતીનો એચ3એન2 રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.