પટણા, તા.22 : કેન્દ્ર સરકાર સામે પોતાની ભડાસ કાઢવામાં લાલુના પુત્ર અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ગુજરાતીઓને ‘ઠગ’ કહીને વિવાદ ઉભો કર્યો છે. હાલમાં ચાલી રહેલા ગૌતમ અદાણી વિવાદ અંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે આજની દેશની પરિસ્થિતિ જોવામાં આવે તો ફકત ગુજરાતી જ ઠગ હોઇ શકે છે અને તેમની ઠગાઇને માફ કરવામાં આવે છે. એલઆઇસી અને બેન્કના રૂપિયા આપી દો તે રૂપિયા લઇને ભાગી જશે તો કોણ જવાબદાર હશે.
આ ભાજપાઇઓ ભાગી જશે તો કોણ જવાદાર હશે. તમે જાણો જ છો કેટલાક લોકો એવા છે તેમના મિત્રો, તેમના યાર કે જેઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. યાદવે વધુમાં કહ્યું હતું કે બે ઠગ છે, જે ઠગ છે આજની સ્થિતિમાં એવામાં આવે તો માત્ર ગુજરાતીઓ જ ઠગ બની શકે છે. તેજસ્વીએ એવો કટાક્ષ કર્યો હતો કે આ બધા ઠગ લોકોના મિત્રો કોણ છે જે ભ્રષ્ટાચાર કરે છે. પરંતુ તેઓ માટે સીબીઆઇ નથી નીકળતી તેજસ્વીર યાદવનું નિશાન કોઇ છે પણ તેમાં તમામ ગુજરાતીઓને ઠગ કહી નાખતા વિવાદ ઉભો થયો છે.