આર્જેન્ટીનાના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીને પોતાના હોમટાઉન આર્જેન્ટીનાના રોસારિયોમાં જવું મોંઘું પડી ગયું હતું. મેસ્સી પોતાના પરિવાર સાથે ડિનર કરવા ગયો હતો પરંતુ જેવી તેના શહેરમાં જાણ થઈ કે હજારો ચાહકો ઉમટી પડ્યા હતા. સ્થિતિ એવી થઈ કે મેસ્સી પોતાનું ડિનર પણ પૂર્ણ કરી શક્યો નહોતો
અને તેને બહાર કાઢવા માટે આર્જેન્ટીનાની પોલીસના પગે પાણી ઉતરી આવ્યા હતા. મેસ્સી પલેર્મો રેસ્ટોરન્ટ ગર્યો હતો જે દુનિયાના 50 શ્રેષ્ઠ રેસ્ટોરન્ટની યાદીમાં 13મા ક્રમે છે. આર્જેન્ટીના ટીમમાં નામ આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય બ્રેકને કારણે મેસ્સી સ્વદેશ પરત ફરી ગયો છે. મેસ્સી પનામા અને કુરાકાઓ વિરુદ્ધ ફ્રેન્ડલી મેચ રમશે. મેસ્સીની ટીમ પીએસજી પહેલાંથી જ યુએએફએ ચેમ્પિયન્સ લીગમાંથી બહાર થઈ ચૂકી છે. તેને રાઉન્ડ ઑફ-16માં બાયર્ન મ્યુનિખે હરાવી હતી. હવે મેસ્સીનું ધ્યાન લીગ પર છે.