મુંબઈ: ‘પઠાણ’થી બોકસ ઓફીસ પર શાનદાર કમબેક કરનારા બોલિવુડનાં કિંગ શાહરૂખખાન અત્યારે ફિલ્મ ‘જવાન’ના કલાઈમેકસનું શુટીંગ કરી રહ્યા છે. સફળ નિર્દેશક એટલીના ડીરેકશનમાં બની રહેલી એકશન-થ્રિલર ફીલ્મનું મોટાભાગનું શુટીંગ પૂર્ણ થઈ ચુકયુ છે. ગત વર્ષે શુટીંગ શરૂ થવાની સાથે જ, જવાનની રીલીઝ ડેટ જુનમાં નકકી કરવામા આવી હતી પણ ત્યારબાદ, રીલીઝ ડેટ બદલીને તેને ઓકટોબર સૂધી પોસ્ટમેન કરવામાં આવી હતી.
હવે ફરી એકવાર રીલીઝ ડેટ બદલવામાં આવી હોવાનું સામે આવ્યું છે.ફિલ્મની ડેઈટ બદલવાનું પાછળનું કારણ સલમાનની ફિલ્મ ‘ટાઈગર-3’ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સલમાનની ફિલ્મને નવેમ્બરમાં રીલીઝ કરવાનો યશ રાજ પ્રોડકશને પ્લાન કર્યો છે.
જો શાહરૂખ અને સલમાનની ફિલ્મો ટુંકા ગાળામાં રીલીઝ થાય તો બન્ને ફિલ્મોના બિઝનેસને નુકશાન થઈ શકે તેમ છે.શાહરૂખના કમબેકને શાનદાર બનાવવા માટે જુનમાં જવાન અને બે મહિના બાદ ડન્કીને રીલીઝ કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો.દોસ્તી નિભાવવા અને સ્પાય યુનિવર્સને મોટુ કરવા માટે પઠાણમાં સલમાને નિભાવેલા કેમિયોની જેમ શાહરૂખ પણ સલમાનની ફિલ્મ ટાઈગર 3 માં મહત્વનો કેમીયો કરી રહ્યો હોવાથી શાહરૂખ વારંવાર સ્ક્રીન પર નજર ન આવે તેનુ પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ કારણે રાજકુમાર હીરાની નિર્દેશીત ફિલ્મ ડન્કી પણ આ વર્ષે રીલીઝ થાય તેવી કોઈ શકયતા નજરે આવી રહી નથી.
વ્યસ્ત બોકસ ઓફીસ રીલીઝ ડેટના શિડયુલને જોતા ક્રિસમસ 2023 પર શાહરૂખની ફિલ્મ જવાનને રીલીઝ કરવામાં આવે તેવી શકયતા છે.શાહરૂખની સાથે વિકી કૌશલની ફીલ્મ સામ બહાદુર પણ વર્ષનાં અંત ભાગમાં રીલીઝ થવાની છે.
આ ઉપરાંત કેટરીના, અને વિજય સેતુપતિ અભિનિત ફીલ્મ ‘મેરી ક્રિસમસ’ સાથે ટકરાશે રેડ ચીલીઝ અને રાજકુમાર હીરાણી દ્વારા પ્રોડયુસ કરવામાં આવેલી ફીલ્મ ‘ડન્કી’ વર્ષ 2024 માં જ રીલીઝ થાય તેવી શકયતા છે.