મોરબીમાં 11 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર મહિલા આરોપી પકડાઈ

22 March 2023 12:28 PM
Morbi
  • મોરબીમાં 11 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર મહિલા આરોપી પકડાઈ

શનાળા રોડે કારે એકટીવાને ઉડાવતા યુવાનને ઇજા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.22: મોરબી જિલ્લા એસઓજીની ટીમને મળેલ બાતમી આધારે છેલ્લા 11 વર્ષથી મોરબીના ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલા આરોપીને ઝડપી લેવામાં આવી છે અને મોરબી સીટી એ ડીવીજન પોલિસ સ્ટેશન ખાતે આ મહિલા આરોપીને સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

મોરબી જિલ્લા એસઓજીના આશીફભાઇ રાઉમા તથા સામંતભાઇ છુછીયાને મળેલ હકીકત આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીના ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપીને પકડવામાં આવી છે અને મહિલા આરોપી મરીયમ ઉર્ફે રેશમાબેન હાજીભાઇ રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલની પાછળ મોરબી વાળીને શનાળા બાયપાસ ચોકડી નજીકથી પકડીને આરોપી મહિલાને હાલમાં એ ડિવિઝન પોલીસને સોપવામાં આવેલ છે.

કાર હડફેટે
રવાપર ગામે આવેલ બોની પાર્કમાં શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા મિલન વિનોદરાય પોપટ (35) નામનો યુવાન એક્ટિવા લઈને મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં કાર ચાલકે તેના એકટીવાને હડફેટ લેતા તેને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા.

મારામારીમાં ઇજા
મહેન્દ્રપરામાં રહેતા આસિફ ગુલામભાઈ અજમેરી (32) નામના યુવાનને મારામારીના બનાવવામાં ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. તપાસ કરતા એચ.એમ. ચાવડાએ જણાવ્યું હતું કે સૂરજ બાગ પાસે બચુબાપાની હોટલ નજીક મારામારીમાં આસિફ અજમેરીને ઇજા થઇ હતી.

બાઇક સ્લીપ
વીસીપરામાં આંબેડકર કોલોનીમાં રહેતો અજય શિવાભાઈ સારેશા (22) નામનો યુવાન રોહીદાસપરા પાસેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે બાઇક સ્લીપ થતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.


Advertisement
Advertisement