સિકયુરીટી ચેક વગર જ કરણ જોહરે કરી એરપોર્ટમાં એન્ટ્રી, બન્યો ટ્રોલર્સનો શિકાર

22 March 2023 12:29 PM
Entertainment India
  • સિકયુરીટી ચેક વગર જ કરણ જોહરે કરી એરપોર્ટમાં એન્ટ્રી, બન્યો ટ્રોલર્સનો શિકાર

મુંબઈ: કરણ જોહર રિસન્ટલી, મુંબઈ એરપોર્ટ પર પાપારાઝીના કેમેરામાં કેદ થયો હતો. મુંબઈ એરપોર્ટથી ફલાઈટ પકડવા ઉતાવળા કરણે સિકયુરીટી ચેક વગર જ એરપોર્ટમાં એન્ટ્રી કરી લીધી હતી. એન્ટ્રી ગેટ પર હાજર સુરક્ષાકર્મીને ધ્યાને આ વાત આવતા કરણ જોહરને એરપોર્ટની અંદરથી પરત બોલાવવામાં આવ્યો હતો અને તેને ટિકીટ-બોર્ડીંગ પાસ અને આઈડી બતાવવા માટે કહ્યું છે.

કરણે તેનો બોર્ડીંગ પાસ અને આઈડી બતાવ્યું ત્યારપછી જ તેને અંદર જવાની પરમીશન આપવામાં આવી હતી. આ સમયે એરપોર્ટ બહાર હાજર કોઈ પત્રકારે આ ઘટનાની વિડીયો ઉતારી દીધી હતી અને આ વિડીયોને વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવી છે.

સોશ્યલ મીડીયા પર આ વિડીયો વાયરલ થતા કરણને ટ્રોલિંગનો શિકાર બનવું પડયું હતું. અનેક યુઝર્સે કહ્યું હતું કે, બોલીવુડમાં કરણ ભલે તેની મરજી ચલાવતો હોય પણ અહીં બધાને કાયદા મુજબ જ રહેવું પડે છે તો અન્ય યુઝરે કોમેન્ટ કરી કહ્યું હતું કે, આ મોટા લોકો એવું સમજે છે કે, તેમનો ચહેરો જ તેમની ઓળખાણ છે અને તેમને ડોકયુમેન્ટ બતાવવાની કે નિયમો પાળવાની કોઈ જરૂર નથી પણ એરપોર્ટ સિકયુરીટી મામલે બધા એક સરખા હોય છે.


Related News

Advertisement
Advertisement