થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે રકતદાન કેમ્પ યોજાયો: રકતદાતાઓનો સહયોગ

22 March 2023 12:41 PM
Jamnagar
  • થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે રકતદાન કેમ્પ યોજાયો: રકતદાતાઓનો સહયોગ
  • થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે રકતદાન કેમ્પ યોજાયો: રકતદાતાઓનો સહયોગ

ભાણવડ તાલુકાના પાછતર ગામેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં

ભાણવડ,તા.22
ડુંગરની ગોદમાં પાછતર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બરડા આરોગ્ય કેન્દ્રમાં થેલેસેમીયા ગ્રસ્ત બાળકોનાં આરોગ્ય કેન્દ્રમાં થેલેસેમીયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે યોજાયેલા રકતદાન કેમ્પમાં સંખ્યાબંધી રકતદાન કરી માનવતા બતાવી હતી. સમગ્ર બાબતમાં માલધારી યુવાનેતો હાથમાં ફેકચર હોવા છતાં રકતદાન કરતા ઉપસ્થિતોમાં ભારે પ્રશંશા થઈ હતી.

આ પ્રસંગે કેમ્પના આયોજક અને આ વિસ્તારમાં જીવદયા પ્રેમી તરીકે ઓળખાતા રમેશભાઈ ભટ્ટે જણાવ્યું કે દ્વારકા જીલ્લો ચાર તાલુકાનો બનેલો જીલ્લો હોવાથી પ્રમાણમાં નાનો ગણાઈ, અને શૈક્ષણીક રીતે પછાત હોવાથી રકતદાન જેવી પ્રવૃતી પ્રત્યે જોઈએ તેવી જાગૃતિ નથી, દ્વારકા જીલ્લામાં થેલેસેમીયા ગ્રસ્ત બાળકોની સંખ્યા વિશેષ જોવા મળે છે આવા પીડીતી બાળકોને પ્રતિમાસ લોરની જરૂરત હોવાથી રકતદાન પ્રવૃતિને વેગ મળે એવા પ્રયાસ કરવા જોઈએ

જયારે હેલ્થ ઓફીસર પ્રકાશ ચાંદ્રેગાએ કેમ્પમાં લોહીનું દાન કરનારા રકતદાતા ઓનાં બીરદાવ્યા હતા. આ તકે નિ:શુલ્ક દંતયજ્ઞ પણ યોજાતાં જેમાં નિષ્ણાંત ડો.હેતલબેન ગોહીલે સેવા આપી નિદાન કર્યું હતું.

કેમ્પમાં બ્લડ બેંક તરીકે જનરલ હોસ્પિટલે સેવા આપી હતી. રકતદાતાઓને બીરદાવવા માટે સીમેન્ટ કંપની તરફથી આર્કષક ભેટ અને બ્લડ બેંક તરફથી પ્રમાણપત્ર અપાયા હતા.કાર્યક્રમમાં જીવદયા પ્રેમી રમેશભાઈ ભટ્ટ અને હેલ્થ ઓકીસર પ્રકાશ ચાંદ્રેગાનાં માર્ગદર્શન તળે સંકલ્પ ગ્રુપ સહીત જનરલ હોસ્પિટલનાં લેબ ટેકનીશ્યન તન્નાભાઈ, સરપંચ અમરાભાઈ મોરી, તેમજ આરોગ્ય કેન્દ્ર જહેમત ઉઠાવી હતી.


Advertisement
Advertisement