ઉનાનાં ખાપટ ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

22 March 2023 12:48 PM
Veraval
  • ઉનાનાં ખાપટ ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

ઉના,તા.22
ઊનાના ખાપટ ગામે તળાવ કાંઠે તિનપીનો જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરતા પાંચ શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શબ્બીર હાજી સમા રહે. ગીરગઢડા, ભીખા નાનુ બાંભીણયા, પ્રવિણ બચુ વાઢેર, ગોપાલ કરશન મકવાણા તેમજ ભગા રામ ભાલીયા રહે. ખાપટ આ તમામ શખ્સો ખાપટ-રાતડ રોડ પર આવેલ તળાવના કાંઠે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી પાંચ શખ્સોને રૂ.14,440 નો મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Advertisement
Advertisement