માળીયા મિયાણા તાલુકાનાં જસાપર ગામે આવેલ શ્રી શુક્રમણિ પ્રાથમિક શાળા ખાતે સરકારી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોમાં વિવિધ કૌશલ્યનો વિકાસ થાય તેમજ વિવિધ ગુણ કેળવાય અને આર્થિક ઉપાર્જનનો અનુભવ મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં એસએમસી સભ્ય સુરેશભાઈ હમીરભાઇ ચાવડા, મેરામભાઇ ચાવડા અને સુરેશભાઈ કાનગડ હાજર રહ્યા હતા અને જુદા જુદા 15 જેટલા સ્ટોલમાં બાળકોએ વિવિધ વાનગીઓ અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી વેચાણ માટે મુકેલ હતી જેમાં શાળાના શિક્ષકો, બાળકો અને વાલીગણ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોની વાનગી ખરીદીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તે બદલ શાળાના આચાર્ય અશ્વિનભાઈ આહિર દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)