મહુવાના કળસાર ગામે બેંક મેનેજર વતી લાંચ લેતો કર્મચારી ઝડપાયો

22 March 2023 12:49 PM
Bhavnagar
  • મહુવાના કળસાર ગામે બેંક મેનેજર વતી લાંચ લેતો કર્મચારી ઝડપાયો

લોન મંજૂર કરવા રૂા.25 હજાર માંગ્યા હતા

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.22
ભાવનગરના મહુવાના કળસાર ગામે બેંકના આસી. મેનેજર અને સબ સ્ટાફ રૂા.25 હજારની લાંચ લેતા ઝડપાયા છે. તેણે લોન મંજૂર કરવાની લાંચ માંગી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મહુવાના કળસાર ગામે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના આસી. મેનેજર રાહુલ કપુરચંદ શર્મા વતી રૂા.25 હજારની લાંચ લેતા બેંકના સબ સ્ટાફ બારૈયા મનોજભાઈ છગનભાઈને ભાવનગર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના પીઆઈ એમ.ડી. પટેલ તથા સ્ટાફે છટકુ ગોઠવી લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.

એક અરજદારે કુટીર અને ગ્રામ ઉદ્યોગમાં વાજબાઈ બેંકેબલ યોજના સ્વરોજગાર અંતર્ગત લોન લેવા અરજી કરી હતી. આ લોન મંજુર કરવા બેંક મબેનેજરે રૂા.25 હજારની માંગણી કરી હતી.

આ અંગે અરજદારે ભાવનગર લાંચ રૂશ્વત વિરોધી ખાતાને ફરીયાદ કરતા એસીબીના સ્ટાફે છટકુ ગોઠવી બેંક મેનેજર વતી લાંચ લેવા આવેલા સ્ટાફને ઝડપી લઈ બન્ને વિરુધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ કામગીરીમાં એસીબી ભાવનગરના પીઆઈ એમ.ડી. પટેલ તથા સ્ટાફના માલાભાઈ ભરવાડ, ડી.કે. બારૈયા, અરવિંદભાઈ વકાણી, કમલેશ વાઘેલા, પ્રવિણ ખસીયા, રાજેન્દ્રસિંહ રાણા, મહિપતસિંહ ગોહિલ વગેરે જોડાયા હતા.


Advertisement
Advertisement