(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.22 : મોરબી અને હળવદ તાલુકામાં પોલીસે દારૂની જુદીજુદી ચાર રેડ કરી હતી ત્યારે દારૂની 54 બોટલ અને બિયરના 13 ટીન તેમજ વાહનોને કબ્જે કર્યા હતા અને ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઈ.ટી.આઈ સામેથી રોડ ઉપરથી અલ્ટો કાર નં જીજે 36 એએફ 0764 પસાર થઈ રહી હતી ત્યારે એલસીબીને કારમાંથી દારૂની 20 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 8440 ની કિંમતની દારૂની બોટલો તથા બે લાખ રૂપિયાની અલ્ટો કાર આમ કુલ મળીને 208440 ના મુદ્દામાલ સાથે પોલીસે હાલમાં પીન્ટુ અશોકભાઈ બોરાણીયા કોળી (33) રહે. માથક તાલુકો હળવદની ધરપકડ કરેલ છે.
ત્રાજપર ચાર રસ્તા પાસે એસ્સાર પંપની સામેના ભાગે પોલો ટાઇલ્સ નામની દુકાનમાંથી બિયરના સાત ટીન મળી આવ્યા હોય પોલીસે 700 ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને દુકાનદાર મુકેશભાઈ મીઠાભાઇ પરમાર સતવારા (30) રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ બ્લોક નં-501 ત્રાજપર ચોકડીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ બિયરના ટીન તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.
હળવદ તાલુકાના માથક ગામે રહેતા પીન્ટુભાઇ બોરાણીયાના રહેણાક મકાનમાં એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા ઘરમાંથી દારૂની 32 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 11500 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી પિન્ટુ અશોકભાઈ બોરાણીયા કોળી રહે માથક વાળો ઘરે હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે
શહેરના મકરાણીવાસ ચોક પાસેથી પસાર થતા એક્ટિવા નં જીજે 36 એબી 8909 બિયરના 6 ટીન તેમજ દારૂની બે બોટલો મળી 30800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ચિરાગ અશોકભાઈ પઢિયાર ખવાસ રજપુત (28) રહે. મોઢવાણીયા શેરી ગ્રીન ચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે.