જામનગર મેડીકલ કોલેજનાં તબીબ છાત્ર કોરોનાની ઝપટમાં : જિલ્લામાં વધુ ત્રણ કેસ નોંધાતા ફફડાટ

22 March 2023 12:54 PM
Jamnagar
  • જામનગર મેડીકલ કોલેજનાં તબીબ છાત્ર કોરોનાની ઝપટમાં : જિલ્લામાં વધુ ત્રણ કેસ નોંધાતા ફફડાટ

જામનગર શહેરી વિસ્તારમાં બે અને કાલાવડ ગ્રામ્ય વિસ્તારની સગર્ભા મહિલાનો રીપોર્ટ પોઝીટીવ

જામનગર, તા.22: જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. ને અને જામનગર ના એક તબીબી વિદ્યાર્થી અને એક વેપારી સહિત બે પુરુષ દર્દીના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે, જયારે કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની 22 વર્ષીય સગર્ભા યુવતી, કે જેનો આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. એક જ દિવસમાં ત્રણ પોઝિટિવ કેસ સામે આવતાં આરોગ્યતંત્રમાં ભારે દોડધામ થઈ છે. જામનગરમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા પછી દર્દીને હોમ આઇશોલેશનમા રાખવામાં આવ્યા છે, અને તેની પર નજર રાખવામાં આવી રહી છે, દરમિયાન જામનગર શહેરમાં વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જયારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની 22 વર્ષીય સગર્ભા યુવતી નો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે.

જામનગરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા એક તબીબી વિદ્યાર્થી કે જેનો પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે, અને તેની સધન સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત જામનગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા એક વેપારી યુવાન કે જેનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે, અને તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બંને કેસને લઈને આરોગ્ય વિષયક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સગર્ભા યુવતી ને આઠ માસ નો ગર્ભ હોવાથી આજે રૂટિન ચેકઅપ માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે આવી હતી,

દરમિયાન તેણીને શરદી-ઉધરસના લક્ષણ જણા હતા, તેણીનું કોવિડ સેમ્પલ લેવામાં આવ્યું હતું, જેમાં તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો હતો. આથી તેણીને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં નવમાં માળે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે, અને તેણીની સારવાર ચાલી રહી છે. આ રિપોર્ટને લઈને જામનગર જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું હતું, અને સગર્ભા યુવતીના પતિ- સાસુ સહિત પરિવારના ત્રણ સભ્યોના પણ કોવિડ સેમ્પલો લેવાયા હતા, જોકે તેઓના રિપોર્ટ નેગેટિવ મળ્યા છે, અને આસપાસના વિસ્તારમાં આરોગ્ય વિષયક પગલાં લેવામાં આવી રહ્યા છે.


Advertisement
Advertisement