ઉના, તા.22 : ગીરગઢડાના ઇંટવાયા ગામે તલાટી કમમંત્રી તરીકે ફરજ બજાવતા જી.યું.ખરાએ તા.4 માર્ચ 2023ના ઇંટવાયા ગ્રામ પંચાયત કચેરી ખાતે વનરાજભાઈ માવજીભાઈ સાવલીયાને વેરા વિઘોટી ભરવા બોલાવ્યા હતા. અને તલાટી મંત્રી જી.યું.ખરા એ તમારો વેરો વિઘોટી રૂ. 1.22 લાખ થાય છે. તે ભરવાના રહેશે. જેથી વનરાજભાઈ પોતાના ઘરેથી રૂ.1.22 લાખ રોકડ રકમ લઈ જઇ ગ્રામ પંચાયતના સરપંચ અને પટ્ટાવાળાની હાજરીમાં તલાટી મંત્રી જી. યુ. ખરાને આપ્યા હતા.
ત્યાર બાદ તલાટી દ્વારા તેમને રસીદો પણ આપવામાં આવી હતી. પરંતુ વનરાજભાઈએ પોતાના ઘરે જઈને રસીદોનો ટોટલ મારતા રૂ.21 હજાર જ થતાં હોય તેથી વનરાજભાઈને શંકા જતાં મંત્રીનો સંપર્ક કરતા મંત્રી જી. યુ. ખરાએ કહેલ કે રૂ.1 લાખ એક હજારની પહોંચ મારી પાસે રાખેલ છે જે હું ટી.ડી.ઓ.ને બતાવીને આ રકમ માંથી ઓછા પૈસા કરવીને તમને ફાયદો કરાવી આપી જઇશેને હું આવતા વિકમાં ઇંટવાયા આવીશ. ત્યારે એ પહોંચ લેતો આવીશ તેવું કહી રફુચક્કર થતા પ્રયત્નો કર્યા હતા. પરંતુ વનરાજભાઈએ તલાટીનો વારંવાર સંપર્ક કર્યા બાદ અરજણભાઇ કાછડીયાના ઘરે બોલાવી દ્રોણ ગામના જોરૂભાઇ તેમજ જગાભાઇએ રૂ.1 લાખ રોકડા આ બે વ્યક્તિ દ્વારા પરત આપેલ હતા. અને રસીદો પરત લઈ લીધી હતી.
ત્યાર બાદ આ તલાટી મંત્રી જી. યુ. ખરાએ રાજકીયવગ ધરાવતો હોય તેમ બીજાજ દિવસે પરત પાછો વનરાજભાઈના ઘરે આવીને ફરી રૂ. 1 લાખ રોકડા રકમ માંગતા આપેલ અને ત્યાં તલાટી પાસે રસીદ માંગતા તેણે ગીરગઢડા રસીદો પડી છે ત્યાં આવીને લઈ જાવ તેમ કહેલ તેથી વનરાજભાઈ ગીરગઢડા જતાં તલાટી. જી.યુ.ખરા દ્વારા ફોન કરતા ફોન બંધ કરી દીધેલ હતો. આથી ઇંટવાયા ગામનો તલાટી કમમંત્રી જી. યુ. ખરાએ આ ખેડૂત વનરાજભાઈ સાવલિયાને નાણાકીય છેતરપીંડી કરી પહોચ આપી ન હોય આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત ગીર સોમનાથને સંબોધી ગીરગઢડા ટીડીઓને લેખિત રજૂઆત કરી હતી. ત્યારે આ બાબતે ટીડીઓએ કહેલ કે આ બાબતે આમા મારી જવાબદારીમાં ન આવે તેવું જણાવેલ હતું..
આ ઉપરાંત તલાટી મંત્રી જી યુ ખરા દ્વારા વનરાજભાઈને ખોટા કેશમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવેલ હોય આથી આવા કર્મચારીઓ લોકોને છેતરપીંડી કરી નાંણા ઉછેડી લેનાર સામે તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી આવા ગામડાઓમાં વસતા અન્ય લોકો પણ છેતરાઇ ન જાઇ તેને ધ્યાને રાખીને ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.
ઇંટવાયાના તલાટી કમ મંત્રી જી યુ ખરાનો ટેલીફોનીક સંપર્ક કરતા તેણે જણાવેલ કે જુની પહોચ પ્રમાણે વસુલાત લીધી છે. પહોચ તેમની પાસે છે અને અમારા જુના રેકોર્ડમાં પણ છેજ, એમાં બીજુ કાઇ નથી તેમ જણાવેલ હતું.