સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 32 કેસ; ભરૂચમાં 1નું મોત

22 March 2023 12:58 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 32 કેસ; ભરૂચમાં 1નું મોત

રાજયમાં વધુ નવા 176 કેસ: 69 દર્દીઓ સ્વસ્થ થયા:અમદાવાદમાં બ્લાસ્ટ સાથે 89 પોઝિટીવ કેસ: રસીકરણ મંદ: અમદાવાદ-89, રાજકોટ-19, સુરત-18, મહેસાણા-16 કેસ સાથે સંક્રમણમાં ઉછાળો: ભાવનગરમાં H3N2નો વધુ એક કેસ

રાજકોટ તા.22 : સમગ્ર રાજયમાં કોરોના સંક્રમણમાં ફરી ઉછાળો આવતા પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજયમાં ઘણા લાંબા સમય બાદ ભરૂચમાં એક વૃધ્ધ દર્દીનું મોત નોંધાયું છે. રાજયની સાથે સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના અનેક જિલ્લાઓમાં કોરોના સંક્રમણમાં ઉછાળો આવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 32 પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં રાજકોટ કોર્પોરેશન-15, ગ્રામ્ય-4, અમરેલી-પોરબંદર 3-3, ભાવનગર-જામનગર 2-2, જુનાગઢ, દ્વારકા, સુરેન્દ્રનગર 1-1 કેસ મળી કુલ પોઝીટીવ કેસ સામે 16 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજયમાં અમદાવાદ કોર્પોરેશન-89, મહેસાણા-16, સુરત-15 સહિત કુલ 176 પોઝીટીવ કેસ સામે 69 દર્દીઓ સ્વસ્થ થયા છે. ભરૂચમાં 1 પોઝીટીવ કેસ સાથે જઘડીયા તાલુકાના વાસણા ગામના 81 વર્ષીય વૃધ્ધનું કોરોના સંક્રમણથી મોત નોંધાયું છે.

ભાવનગર
ભાવનગરમાં માવઠાની સાથે વાયરલ રોગચાળાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. આજે ભાવનગર શહેરમાં કોરોનાના ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે સ્વાઈન ફલુ એચ3 એન2નો એક કેસ નોંધાવાયો છે. ભાવનગર શહેરના ઘોગા જકાતનાકા વિસ્તારમાં રહેતી 53 વર્ષીય મહિલા અને ફૂલવાડી ચોકમાં રહેતી 43 વર્ષની મહિલા તેમજ પાનવાડી વિસ્તારમાં રહેતા 69 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે.

જયારે શહેરના લીલા સર્કલ વિસ્તારમાં રહેતી 69 વર્ષની મહિલાનો રીપોર્ટ સ્વાઈન ફલુ એચ3 એન2 પોઝીટીવ આવેલ છે. આ સાથે ભાવનગર શહેરમાં કોરોનાના એકટીવ દર્દીઓની સંક્યા 19એ પહોંચી છે. જયારે સ્વાઈન ફલુ એકટીવ દર્દીઓ 3 થયા છે. રાજયમાં હાલ 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે 913 દર્દીઓ સારવાર હેઠળ છે. 24 કલાકમાં 817 વ્યકિતઓનું રસીકરણ નોંધાયું છે. રાજયમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બીજી તરફ આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે.


Related News

Advertisement
Advertisement